Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BMCની કાર્યવાહી હવે જનતાના દરબારમાં

BMCની કાર્યવાહી હવે જનતાના દરબારમાં

Published : 21 April, 2026 08:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તમારા વિસ્તારના પ્રતિનિધિઓની ચર્ચા લાઇવ ટેલિકાસ્ટમાં દેખાશે

બીએમસી હેડક્વૉર્ટર

બીએમસી હેડક્વૉર્ટર


BMCના કામકાજમાં અને કૉર્પોરેટર્સ વચ્ચે થતી ચર્ચામાં પારદર્શિતા જળવાય એ માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. મેયર રિતુ તાવડેની જાહેરાત મુજબ સોમવારથી BMCની જનરલ બૉડી મીટિંગનું લાઇવ સ્ટ્રીમિંગ BMCની ઑફિશ્યલ યુટ્યુબ ચૅનલ @MyBMCMyMumbai પર શરૂ કરવામાં આવ્યું હતું. 

BMCના ઇતિહાસમાં પહેલી વાર કૉર્પોરેશનની કાર્યવાહી લાઇવ નિહાળવાના આ પ્રયોગ વિશે માહિતી આપતાં મેયર રિતુ તાવડેએ કહ્યું હતું કે લાઇવ ટેલિકાસ્ટ દ્વારા નાગરિકો પોતે જોઈ શકશે કે તેમના વિસ્તારના પ્રતિનિધિઓ જનતાની સમસ્યાઓ રજૂ કરવામાં કેટલા ગંભીર છે.



તાજેતરમાં BMCની એક સભામાં થયેલા હોબાળા બાદ આ નિર્ણયને વેગ મળ્યો હોવાનું મનાય છે. ભૂતપૂર્વ મેયર વિશાખા રાઉતે જાહેર કાર્યક્રમોમાં મેયરના પ્રોટોકૉલના ભંગ અંગે મુદ્દો ઉઠાવ્યો હતો, જે દરમ્યાન વિરોધ પક્ષનાં નેતા કિશોરી પેડણેકર દ્વારા બાળાસાહેબ ઠાકરે અંગે કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓને કારણે ગૃહમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. આવી ઘટનાઓ અને ચર્ચાઓ હવે જનતા સીધી જોઈ શકશે.


આ પગલાથી કૉર્પોરેટરોની જવાબદેહી વધશે અને સભામાં શિસ્ત જળવાશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2026 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK