Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉદ્ધવ ઠાકરેના શિવસેના જૂથને ચૂંટણી પંચ સામે આવ્યો હાથ જોડવાનો વારો! જાણો શું છે મામલો

ઉદ્ધવ ઠાકરેના શિવસેના જૂથને ચૂંટણી પંચ સામે આવ્યો હાથ જોડવાનો વારો! જાણો શું છે મામલો

25 April, 2024 04:55 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Lok Sabha Election 2024: ‘જય ભવાની’ અને ‘હિંદુ’ શબ્દ પર વાંધો ઉઠાવનારા ECને ઉદ્ધવ ઠાકરેએ પુનર્વિચાર કરવા વિનંતી કરી

ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર

ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર


લોકસભા ચૂંટણી ૨૦૨૪ (Lok Sabha Election 2024) ના બીજા તબક્કાની મહારાષ્ટ્ર (Maharashtra) માં જોરશોરથી તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ત્યારે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ની શિવસેના – યુબીટી (Shiv Sena - UBT) તેના ચૂંટણી ગીત ‘જય ભવાની’ (Jay Bhawani) ને કારણે મુશ્કેલીમાં મુકાઈ છે. આ ગીતમાં વાપરેલા શબ્દો સામે ચૂંટણી પંચ (Election Commission) એ વાંધો ઉઠાવ્યો છે. જેની સામે ઉદ્ધવ ઠાકરેએ વિનંતી કરી છે કે આ બાબતે ફરી એકવાર વિચાર કરવાામં આવે.

ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના પ્રચાર ગીતમાં જય ભવાની અને હિંદુ શબ્દ પર ચૂંટણી પંચે ઉઠાવેલા વાંધાઓને નિયમ મુજબ લેવામાં આવ્યા છે. પરંતુ કમિશન ટૂંક સમયમાં ઠાકરે જૂથ દ્વારા કરવામાં આવેલી પુનર્વિચાર અરજી પર નિર્ણય લેશે, એમ મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકિલગામે બુધવારે જણાવ્યું હતું.



શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રચાર ગીતમાં કેટલાક શબ્દો પર ચૂંટણી પંચની રાજ્ય સ્તરીય મીડિયા પ્રમાણન સમિતિ (State Level Media Certification Committee of the Commission) એ ઉઠાવેલા વાંધાઓ પંચના નિયમો અનુસાર છે. જો કે, ઠાકરે જૂથે આ બંને શબ્દો પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે અને મુખ્ય ચૂંટણી અધિકારી (Chief Election Officer) ની આગેવાની હેઠળની અપીલ સમિતિ નિર્ણય લેશે. અધિક મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. કિરણ કુલકર્ણી (Dr. Kiran Kulkarni) એ માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં પંચે આવા ૩૯ કેસમાં વાંધો ઉઠાવ્યો છે.


વિદર્ભ અને મરાઠવાડામાં બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાલ-વાશિમ, હિંગોલી, નાંદેડ, પરભણી એમ આઠ લોકસભા મતવિસ્તારોમાં પ્રચાર સમાપ્ત થઈ ગયો છે અને ત્યાં શુક્રવાર, ૨૬ એપ્રિલે મતદાન થશે. કુલ ૧૬,૫૮૯ મતદાન મથકો પર મતદાન કરવામાં આવ્યું છે. આ માટે જોગવાઈ કરવામાં આવી છે અને આ ચૂંટણીમાં એક કરોડ ૪૯,૨૫,૦૦૦ મતદારો તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરશે. આ તબક્કામાં ૨૦૪ ઉમેદવારો મેદાનમાં છે. અમરાવતીમાં સૌથી વધુ ૩૭, પરભણી ૩૪ અને હિંગોલીમાં ૩૩ ઉમેદવારો મેદાનમાં છે.

ઘટતું મતદાન ચૂંટણી આયોગ અને રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે. પ્રથમ તબક્કાની પાંચ લોકસભા મતવિસ્તારોમાંથી, માત્ર ચંદ્રપુર લોકસભા મતવિસ્તારમાં ગયા વખતની સરખામણીએ મતદાનમાં ત્રણ ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે અન્ય તમામ મતવિસ્તારોમાં મતદાનમાં એકથી બે ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેથી બીજા તબક્કામાં મતદાન વધે તે માટે જનજાગૃતિ કરવામાં આવી છે.


ચૂંટણીના સમયગાળા દરમિયાન રાજ્યમાં ૪૯૧ કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. જેમાંથી મહારાષ્ટ્રમાં ૪૩.૯૬ કરોડ રુપિયાની રોકડ, ૩૪.૭૮ કરોડ રુપિયાની કિંમતનો દારૂ, ૮૮.૩૭ કરોડ રુપિયાની કિંમતી ધાતુઓ, ૨૧૬.૪૭ કરોડ રુપિયાની કિંમતના માદક દ્રવ્યો અને કુલ ૪૭૧ કરોડ રુપિયાની કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

25 April, 2024 04:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK