Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં FDAએ બે મહિનામાં બોલાવી દીધો જબરદસ્ત સપાટો

મહારાષ્ટ્રમાં FDAએ બે મહિનામાં બોલાવી દીધો જબરદસ્ત સપાટો

Published : 06 August, 2026 07:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૫૫.૭૨ કરોડ રૂપિયાનો ૨૮,૬૬,૦૯૬ કિલો અયોગ્ય ખાદ્ય પદાર્થ જપ્ત

તુકારામ મુંઢે

તુકારામ મુંઢે


રાજ્ય સરકારના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા રાજ્યભરમાં ખાદ્ય સુરક્ષા અને દવાની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે પચીસ મેથી ૩૧ જુલાઈ દરમ્યાન બે મહિનાનું વ્યાપક કડક અમલીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. નાગરિકોની સ્વાસ્થ્ય-સુરક્ષાને પ્રાથમિકતા આપીને ભેળસેળિયું દૂધ, ગેરકાયદેસર ગુટકા, સુગંધિત તમાકુ અને પ્રતિબંધિત ઉત્પાદનો સામે ઝીરો ટૉલરન્સ નીતિ અપનાવીને રાજ્યભરમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હતા. આ સાથે જ અસ્વચ્છતા અને નિયમોનું ઉલ્લંઘન કરતી હોટેલો અને રેસ્ટોરાં સામે લાઇસન્સ રદ કરવા સહિતનાં કડક પગલાં લેવામાં આવ્યાં છે.

આ અભિયાન દરમ્યાન FDA દ્વારા કરવામાં આવેલી આંકડાકીય કાર્યવાહી અતિ આક્રમક રહી છે. ખાદ્ય વિભાગ દ્વારા ખાણીપીણીનાં કુલ ૩૧૩૭ સ્થળોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી ૭૬૪ સંસ્થાનોને સુધારણા નોટિસ આપવામાં આવી છે અને ૧૬૫નાં લાઇસન્સ નિલંબિત કરાયાં છે. કાર્યવાહી દરમ્યાન ૫૫,૭૨,૬૯,૩૩૬ રૂપિયાની કિંમતનું ૨૮,૬૬,૦૯૬ કિલો અસુરક્ષિત અને ભેળસેળયુક્ત અન્ન નષ્ટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, હોટેલો, રેસ્ટોરાં અને ધાબાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ૮૯૦ તપાસ કરવામાં આવી હતી જેમાં ૩૨૯ને સુધારણા નોટિસ અને ૧૧૬નાં લાઇસન્સ નિલંબિત કરવામાં આવ્યાં હતાં.



પ્રતિબંધિત ખાદ્યપદાર્થો સામેની ઝુંબેશમાં FDAએ ૬૫૮ સંસ્થાનોમાંથી ૧૫,૧૧,૯૬,૬૬૮  રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ૫૧૯ FIR નોંધવામાં આવ્યા છે, ૭૦૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, ૪૦૭ સંસ્થાઓને સીલ કરવામાં આવી છે અને ૬.૬૦ કરોડની કિંમતનાં ૭૮ વાહનો જપ્ત કરાયાં છે.  


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2026 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK