Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર સરકારે પૅસેન્જરો માટેની ઈ-રિક્ષા અને ઈ-બાઇક માટે પરમિટ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો

મહારાષ્ટ્ર સરકારે પૅસેન્જરો માટેની ઈ-રિક્ષા અને ઈ-બાઇક માટે પરમિટ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો

Published : 14 March, 2026 02:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પગલાથી મુસાફરોના ટ્રાન્સપોર્ટેશનમાં રોકાયેલી પરંપરાગત રિક્ષા, ટૅક્સી અને ઈ-રિક્ષાઓ પર સમાન નિયમો લાગુ થશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મહારાષ્ટ્ર સરકારે મુસાફરો વહન કરતી ઈ-રિક્ષા અને ઈ-બાઇક માટે પરમિટ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે જેથી આ ક્ષેત્રમાં નિયમોમાં એકરૂપતા સુનિશ્ચિત થાય એમ પરિવહનપ્રધાન પ્રતાપ સરનાઈકે શુક્રવારે જાહેરાત કરી હતી. વળી આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ટ્રાન્સપોર્ટ વિભાગે કહ્યું છે કે એ રાજ્યમાં રિક્ષા (પીળી અને કાળી રજિસ્ટ્રેશન પ્લેટો સાથે) માટે નવી પરમિટ આપવાનું બંધ કરશે અને ૩ ઑપરેટરોને ઈ-બાઇકનો ઉપયોગ કરવા માટે આપવામાં આવેલી પરમિટને અસ્થાયીરૂપે સ્થગિત કરી દીધી છે.

પ્રતાપ સરનાઈકના કાર્યાલયે જણાવ્યું હતું કે ‘અત્યાર સુધી ઈ-રિક્ષાઓને મુસાફરોના ટ્રાન્સપોર્ટેશન માટે અલગ પરમિટ મેળવવાની જરૂર નહોતી. જોકે ઇલેક્ટ્રિક વાહનોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્યએ મુસાફરોના પરિવહનમાં સમાન નિયમો કરવા માટે ઈ-રિક્ષા અને ઈ-બાઇક માટે પણ પરમિટ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે.’



આ પગલાથી મુસાફરોના ટ્રાન્સપોર્ટેશનમાં રોકાયેલી પરંપરાગત રિક્ષા, ટૅક્સી અને ઈ-રિક્ષાઓ પર સમાન નિયમો લાગુ થશે. એનો ઉદ્દેશ સિસ્ટમમાં પારદર્શિતા લાવવાનો અને અનિયમિતતાઓને રોકવાનો છે. મુસાફરોનું ટ્રાન્સપોર્ટેશન કરતાં તમામ વાહનો માટે પરમિટ ફરજિયાત બનાવવાથી આ ક્ષેત્રમાં વધુ શિસ્ત લાવવામાં, નિયમોનું પાલન કરવામાં અને મુસાફરોને સુરક્ષિત અને નિયમ મુજબ સેવાઓ પૂરી પાડવામાં મદદ મળશે.


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2026 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK