સદનમાં રજૂ કરવામાં આવેલી માગણીઓ મુજબ મહેસૂલ ખાતા પર કુલ ખર્ચ ૫૭૪૮.૧૦ કરોડ રૂપિયાનો છે, જ્યારે મૂડી ખાતાનો ખર્ચ ૬૦૦૩.૭૯ કરોડ રૂપિયાનો છે
ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર સરકારે મંગળવારે રાજ્ય વિધાનસભામાં ૧૧,૯૯૫.૩૩ કરોડ રૂપિયાની પૂરક માગણીઓ રજૂ કરી હતી. એમાં ઊર્જા, શ્રમ, ઉદ્યોગો અને ખાણકામ ક્ષેત્રો માટે ૪૦૬૬ કરોડ રૂપિયાની સૌથી વધુ ફાળવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ૨૦૨૬-’૨૭ માટેનું વાર્ષિક બજેટ ૬ માર્ચે રજૂ કરવામાં આવશે.
રાજ્ય વિધાનસભાના બજેટસત્રના બીજા દિવસે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, જે નાણાપ્રધાન પણ છે, તેમણે વધારાની બજેટરી ગ્રાન્ટની માગણી રજૂ કરી હતી. પૂરક માગણી એ નાણાકીય વર્ષ દરમ્યાન સરકાર દ્વારા વિધાનસભા પાસેથી માગવામાં આવતી વધારાની બજેટરી ગ્રાન્ટ છે જે અધિકૃત વાર્ષિક બજેટ ઉપરાંત નાણાકીય વર્ષમાં ઉદ્ભવતા અણધાર્યા, વધારાના અથવા નવા ખર્ચને આવરી લેવા માટે હોય છે.
ADVERTISEMENT
સદનમાં રજૂ કરવામાં આવેલી માગણીઓ મુજબ મહેસૂલ ખાતા પર કુલ ખર્ચ ૫૭૪૮.૧૦ કરોડ રૂપિયાનો છે, જ્યારે મૂડી ખાતાનો ખર્ચ ૬૦૦૩.૭૯ કરોડ રૂપિયાનો છે.
૧૧,૯૯૫.૩૩ કરોડ રૂપિયામાંથી ઊર્જા, શ્રમ, ઉદ્યોગો અને ખાણકામ ક્ષેત્રો માટે ૪૦૬૬ કરોડ રૂપિયાની ફાળવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આમાંથી ૩૨૬૨ કરોડ રૂપિયા ફક્ત ઊર્જાક્ષેત્ર માટે રાખવામાં આવ્યા છે, જ્યારે ૮૦૩ કરોડ રૂપિયા ગ્રામ્ય અને નાના ઉદ્યોગો માટે રાખવામાં આવ્યા છે.
ઉદ્યોગો, ઊર્જા, શ્રમ અને ખાણકામ વિભાગો દ્વારા પૂરક માગણીઓ હેઠળ કુલ ૫૮૪૦ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી.
ગ્રામીણ વિકાસ વિભાગે ૭૧.૦૩ કરોડ રૂપિયાની માગણી કરી હતી, જેમાંથી ૭૧.૦૨ કરોડ રૂપિયા જાહેર કાર્યો માટે છે. ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગે ૫૫.૫૨ કરોડ રૂપિયાની દરખાસ્ત મૂકી છે.
રાજ્ય આયોજન વિભાગે ૮૦ કરોડ રૂપિયાની માગણી કરી છે, જ્યારે ૧૪૩૧ કરોડ રૂપિયા પાણીપુરવઠા અને સ્વચ્છતા માટે રાખવામાં આવ્યા છે.
અધર બૅકવર્ડ ક્લાસ કલ્યાણ વિભાગ માટે ૨૩.૬૪ કરોડ રૂપિયા અને મહેસૂલ અને વનવિભાગ માટે ૧૩૨ કરોડ રૂપિયાની ગ્રાન્ટની માગણી કરવામાં આવી છે. તબીબી શિક્ષણ અને દવા વિભાગે પૂરક માગણીઓ હેઠળ ૩૧. ૪૩ કરોડ રૂપિયાની માગણી કરી છે.
