Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લગ્ન કરીને દાગીના, રોકડ અને કીમતી ચીજો લઈને રફુચક્કર થઈ જતી નવવધૂથી લોકો પરેશાન

લગ્ન કરીને દાગીના, રોકડ અને કીમતી ચીજો લઈને રફુચક્કર થઈ જતી નવવધૂથી લોકો પરેશાન

Published : 04 April, 2026 12:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યવતમાળની યુવતીએ લગ્ન કરીને પાંચ-છ પરિવારોને લૂંટ્યા : આખી ગૅન્ગ કાર્યરત હોવાની પોલીસને શંકા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મહારાષ્ટ્ર રાજ્યમાં લગ્નની છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ અનેક પુરુષો સાથે લગ્ન કર્યાં હતાં અને થોડા દિવસોમાં રોકડ અને દાગીના લઈને ભાગી ગઈ હતી. યવતમાળ જિલ્લાની ભાનુપ્રિયા બન્સોડ તરીકે ઓળખાતી આરોપી મહિલાએ અલગ-અલગ જગ્યાએ લગ્ન કરીને વર અને તેના પરિવારને છેતર્યા હોવાનું કહેવાય છે.

મળતી વિગતો અનુસાર ભાનુપ્રિયા બન્સોડે ઓછામાં ઓછા પાંચથી છ પુરુષો સાથે લગ્ન કર્યાં હતાં. દરેક કેસમાં તે વિશ્વાસ મેળવવા માટે થોડા દિવસ સુધી તેના પતિના ઘરે રહેતી હતી. થોડા સમય પછી તક મળતાં જ વહેલી સવારે ઘરમાંથી દાગીના, કૅશ અને કીમતી વસ્તુઓ લઈને તે ભાગી જતી હતી.



તેનો ભોગ બનેલા લોકોનો દાવો છે કે તેમની પાસે ભાનુપ્રિયાને શોધવાનો કોઈ રસ્તો નહોતો, કારણ કે તે જે ઍડ્રેસ આપતી હતી એ કાં તો નકલી રહેતું અથવા જો તપાસ કરવામાં આવતી તો તેણે ઘર બદલીનાખ્યું હોવાનું જણાવવામાં આવતું હતું. પોલીસે જણાવ્યું હતું કે ભાનુપ્રિયા લગ્ન કરવા માટે ઉત્સુક પુરુષોને પ્રોત્સાહિત કરતી, ઉશ્કેરતી અને લગ્ન કર્યા પછી છેતરીને નાસી જતી.


પોલીસનાં સૂત્રોને શંકા છે કે આવી ઘટનાઓ એકલદોકલ નથી. યવતમાળ, બીડ, લાતુર અને જાલના જેવા જિલ્લાઓમાંથી પણ આવી જ છેતરપિંડીના અહેવાલો મળ્યા છે, જે ઑર્ગેનાઇઝ્ડ ગૅન્ગની સંડોવણી હોવાની શક્યતા દર્શાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK