Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ધુળેના નવપરિણીત યુગલે તાપીમાં ઝંપલાવીને જીવનનો અંત આણ્યો

ધુળેના નવપરિણીત યુગલે તાપીમાં ઝંપલાવીને જીવનનો અંત આણ્યો

Published : 10 October, 2026 12:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેઓ જળગાવ જિલ્લાના અમલનેર તાલુકાનાં રહેવાસી હતાં

નવપરિણીત યુગલ

નવપરિણીત યુગલ


મહારાષ્ટ્રના ધુળે જિલ્લામાં તાપી નદીમાંથી એક નવપરિણીત યુગલના મૃતદેહો મળી આવ્યા હોવાના અહેવાલ છે. તેમના પગ લોખંડની સાંકળ વડે એકબીજા સાથે બાંધેલા હતા. તેમની ઓળખ શ્યામ હરિ પાટીલ અને સપના પાટીલ તરીકે થઈ છે. તેઓ જળગાવ જિલ્લાના અમલનેર તાલુકાનાં રહેવાસી હતાં. શુક્રવારે તેમના મૃતદેહો મળી આવ્યા હતા.

એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘મૃતદેહો નદીના પટમાંથી મળી આવ્યા હતા. તેમના પગ લોખંડની સાંકળથી બાંધેલા હતા અને એને તાળું પણ માર્યું હતું. આ આત્મહત્યા હતી કે હત્યા એ હજી સ્પષ્ટ થયું નથી. અમે દરેક પાસાની તપાસ કરી રહ્યા છીએ.’



નરડાણા પોલીસ-સ્ટેશનમાં આ વિશે કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2026 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK