Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રના આંતરરાજ્ય વૉન્ટેડ આરોપી સંદીપ રાઠોડને ડાંગ પોલીસે વાપીમાંથી ઝડપ્યો

મહારાષ્ટ્રના આંતરરાજ્ય વૉન્ટેડ આરોપી સંદીપ રાઠોડને ડાંગ પોલીસે વાપીમાંથી ઝડપ્યો

Published : 21 May, 2026 09:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશમાં ઘરફોડ ચોરીના બાવીસથી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે ચામઠા ગૅન્ગનો આ મુખ્ય સૂત્રધાર

વાપી રેલવે-સ્ટેશન પરથી પકડાયેલો આરોપી સંદીપ રાઠોડ.

વાપી રેલવે-સ્ટેશન પરથી પકડાયેલો આરોપી સંદીપ રાઠોડ.


ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ઘરફોડ ચોરીના બાવીસથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા ચામઠા ગૅન્ગના મુખ્ય સૂત્રધાર અને મહારાષ્ટ્રના આંતરરાજ્ય વૉન્ટેડ આરોપી સંદીપ રાઠોડને ડાંગની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વાપીમાંથી ઝડપી લીધો હતો. 

ડાંગ આહવાના લોકલ ક્રાઇમ બ્રાન્ચના સબ-ઇન્સ્પેક્ટર જે. જી. અનડકટને બાતમી મળી હતી કે સાપુતારામાં ઘરફોડ ચોરીના ગુનાનો નાસતો ફરતો આરોપી મહારાષ્ટ્રના પુણે જિલ્લાના રંજનગાવ, ફન્ડ બસ્તીમાં રહેતો સંદીપ ઉર્ફે અર્થવેદ રાઠોડ ગુજરાત આવ્યો છે. આ બાતમીના આધારે ૪ ટીમ બનાવીને તપાસ કરીને સંદીપ રાઠોડને વાપી રેલવે-સ્ટેશન પરથી ઝડપી લીધો હતો. આરોપીને ડાંગ આહવા ખાતે લાવીને પૂછપરછ કરી હતી. એમાં તેણે જણાવ્યું હતું કે તે ચામઠા ગૅન્ગનો મુખ્ય સૂત્રધાર છે. તેણે સાપુતારામાં ૩ ઘરફોડ ચોરી, ગોધરામાં પ્રોહિબિશનનો એક ગુનો, મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં ૩ ઘરફોડ ચોરી, કર્ણાટકમાં ૧૩ અને આંધ્ર પ્રદેશમાં ૬ જેટલી ઘરફોડ ચોરી છેલ્લાં ૭ વર્ષ દરમ્યાન કરી હતી. આરોપીએ ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં ઘરફોડ ચોરીઓ કરી હોવા છતાં આજ સુધી પકડાયો નહોતો અને તે આ બધા ગુનામાં વૉન્ટેડ હતો. આરોપીએ સાપુતારામાં ચોરી કરી હોવાથી તેને સાપુતારા પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય રાજ્યોની પોલીસને પણ આરોપી વિશે જાણ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK