કૉપી કરતી વખતે કોઈ પકડાય તો છ મહિનાની જેલ અથવા ૫૦૦ રૂપિયા દંડ અથવા બન્ને થઈ શકે
તસવીરો : આશિષ રાજે
આજથી શરૂ થયેલી SSCની પરીક્ષાનાં સેન્ટરોમાં ક્લાસરૂમની બહાર બોર્ડ તરફથી અમુક પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે જેમાં વિવિધ સૂચના અને સલાહ આપવામાં આવ્યાં છે. આ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે ‘જો કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં કૉપી કરતાં કે બીજું કોઈ ગેરકાનૂની કામ કરતાં મળી આવશે તો તેની અને તેને મદદ કરનારી વ્યક્તિની આ હરકત બિનજામીનપાત્ર ગુનો બને છે. આ સિવાય ઇન્ટરનેટ, મોબાઇલ, ફોટોકૉપી મશીન, ફૅક્સ, પેજર જેવાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણોનો દુરુપયોગ કરવો પણ ગુનો છે. કાયદા મુજબ આ ગુનાઓ માટે તમને છ મહિનાની સજા અથવા ૫૦૦ રૂપિયા દંડ અથવા બન્ને થઈ શકે છે. તમારા યશને કૉપીનું કલંક ન લગાવો. કૉપીનો શૉર્ટકટ નથી સારો. એ તમારું જીવન ખરાબ કરી નાખશે.’

