Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મરાઠીનું વર્કિંગ નૉલેજ ન ધરાવનારા રિક્ષા, ટૅક્સી ડ્રાઇવરો સામે આજથી કાર્યવાહી શરૂ

મરાઠીનું વર્કિંગ નૉલેજ ન ધરાવનારા રિક્ષા, ટૅક્સી ડ્રાઇવરો સામે આજથી કાર્યવાહી શરૂ

Published : 20 August, 2026 01:26 PM | Modified : 20 August, 2026 01:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવેથી ડ્રાઇવરોને બૅજ આપવાની પ્રક્રિયાનું વિડિયો-રેકૉર્ડિંગ કરવામાં આવશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મહારાષ્ટ્રમાં રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો માટે મરાઠી ભાષાનું જ્ઞાન હોવું હવે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે બુધવારે મંત્રાલય ખાતે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે મોટર વ્હીકલ રૂલ્સમાં કરાયેલા સુધારા મુજબ ગુરુવારથી જેમની પાસે મરાઠીનું પૂરતું વર્કિંગ નૉલેજ કે જરૂરી પ્રમાણપત્ર નથી એવા ડ્રાઇવરો સામે કાર્યવાહી શરૂ કરાશે. ઉપરાંત નિયમના પારદર્શક અમલીકરણ માટે આજથી નવા બૅજ ઇશ્યુ કરતી વખતે ડ્રાઇવરોના મરાઠી ભાષાના જ્ઞાનની ચકાસણીની સમગ્ર પ્રક્રિયાનું વિડિયો-રેકૉર્ડિંગ કરવામાં આવશે. 
રાજ્યના તાજેતરમાં સુધારેલા મોટર વાહન નિયમો હેઠળ ડ્રાઇવરોને મરાઠી ભાષા શીખવા માટે પ્રથમ એક મહિનાની નોટિસ આપવામાં આવશે. જો તેઓ આ સમયગાળામાં નિયમનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેમનું લાઇસન્સ અને બૅજ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દેવાશે. પ્રધાન સરનાઈકે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ત્રણ મહિનાના સસ્પેન્શન બાદ પણ કોઈ સુધારો નહીં થાય તો તેમના ઑપરેટિંગ પરમિટ અને લાઇસન્સ કાયમ માટે રદ કરવાના આદેશ જારી કરવામાં આવશે.

આ નિયમોના કડક અમલ માટે અૅડિશનલ ટ્રાન્સપોર્ટ કમિશનર રવિ ગાયકવાડના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં નૉન-મરાઠી ટૅક્સી અને ઑટો-ડ્રાઇવરો સામે એક મહિનાની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ કામગીરી પાર પાડવા રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ની ફ્લાઇંગ સ્ક્વૉડને વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા સઘન ચેકિંગ કરવા પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે.



હડતાળ પર જવાની ટૅક્સીમેન્સ અસોસિએશનની તૈયારી


મુંબઈ ટૅક્સીમેન્સ અસોસિએશનના પ્રમુખ પ્રેમ સિંહે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘જો તમે આટલા લાંબા સમય સુધી તેમનું લાઇસન્સ સસ્પેન્ડ કરશો તો ટૅક્સી-ડ્રાઇવરો શું કરશે? તેઓ ક્યાં જશે? તેઓ તેમના પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરશે? તેઓ તેમનાં બાળકોને શિક્ષણ કેવી રીતે આપશે? જો મરાઠી ભાષાના નિયમને લાગુ કરવાના નામે ટૅક્સી-ડ્રાઇવરોનું આર્થિક શોષણ થતું જોવા મળશે તો યુનિયન આંદોલન શરૂ કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2026 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK