Marathi Language Row: મરાઠી ન બોલવા બદલ થપ્પડ મારવાની ઘટનાનો વિરોધ કરી રહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોની અટકાયત; પોલીસનું કહેવું છે કે તેમને, આ રૂટ પર વિરોધ કરવાની પરવાનગી આપી ન હતી
તસવીર : નિમેશ દવે
મુંબઈ (Mumbai)માં અત્યારે મરાઠી ભાષા વિવાદ ચરમસીમાએ છે. થાણે (Thane)માં મીરા રોડ (Mira Road)થી મુંબઈ પોલીસ (Mumbai Police)એ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (Maharashtra Navnirman Sena)ના કાર્યકરોની અટકાયત કરી. હિન્દી ન બોલવા બદલ એક વ્યક્તિને થપ્પડ મારવાની ઘટના બાદ થયેલા વિરોધ પ્રદર્શનના જવાબમાં આ કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા. મનસે (MNS)ના કાર્યકરો દ્વારા મરાઠી બોલવાનો ઇનકાર (Marathi Language Row) કરવા બદલ મીઠાઈની દુકાનના માલિક પર હુમલો કરવામાં આવ્યા બાદ મીરા-ભાયંદર (Mira-Bhayandar)માં તણાવ વધી રહ્યો છે.
મરાઠી ભાષાના મુદ્દા પર મીરા રોડમાં મીઠાઈની દુકાનના માલિક પર હુમલો કર્યા બાદ MNSએ વળતી કૂચ કરી, જેના કારણે મીરા-ભાયંદરમાં તણાવમાં વધારો થઈ રહ્યો છે. પોલીસે રેલી પહેલા અવિનાશ જાધવ અને પાર્ટીના ઘણા કાર્યકરોની અટકાયત કરી. મનસેના નેતાઓએ (Bharatiya Janata Party)ના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા (Narendra Mehta) પર વેપારીઓના વિરોધનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો. મરાઠી એકીકરણ સમિતિ (Marathi Ekikaran Samiti)એ મહારાષ્ટ્ર (Maharashtra)માં મરાઠી માટે આદરનો આગ્રહ રાખીને મનસેને ટેકો આપ્યો.
ADVERTISEMENT
શનિવારે આ વિસ્તારના વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યા પછી, મનસેના થાણે-પાલઘર (Thane-Palghar) પ્રમુખ અવિનાશ જાધવ (Avinash Jadhav) વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી. મંગળવારે વહેલી સવારે પોલીસે જાધવની અટકાયત કરી હતી.
મીરા રોડ પોલીસે મનસેના અનેક કાર્યકર્તાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે, તેમણે આ માર્ગ પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપી ન હતી. ગુસ્સે ભરાયેલા કાર્યકરોએ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે દુકાનદારોને વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી હતી, તો તેમના વિરોધ પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો? ઘણા કાર્યકરોએ ધમકી આપી હતી કે, ‘મહારાષ્ટ્રમાં રહેતા દરેક વ્યક્તિએ મરાઠી શીખવું જોઈએ, નહીં તો પરિણામ ભોગવવા પડશે.’
પોલીસ મનસે કાર્યકરોને વાનમાં પોલીસ સ્ટેશન લઈ ગઈ. આ દરમિયાન, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ સ્પષ્ટતા કરી કે, પોલીસે વિરોધ પ્રદર્શનને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો નથી. તેમણે કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં દરેકને વિરોધ કરવાનો અધિકાર છે, જો પોલીસ પરવાનગી આપે તો. ટ્રાફિક અને ભીડનો ભય હતો.’ પોલીસ કમિશનરે કહ્યું કે, ‘મનસે નેતાઓને રૂટ બદલવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ અડગ રહ્યા, તેથી તેમને રોકવામાં આવ્યા.’
ફડણવીસે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું, ‘મને મહારાષ્ટ્રનો મૂડ ખબર છે. આવી કાર્યવાહી અહીં કામ કરશે નહીં. મરાઠી વ્યક્તિનું હૃદય મોટું હોય છે, તે નાનું નથી વિચારતો.’
તમને જણાવી દઈએ કે, રવિવાર રાત્રે આ મામલાની શરૂઆત થઈ હતી જ્યારે મીરા રોડમાં આવેલ `જોધપુર સ્વીટ શોપ` ચલાવતા ૪૮ વર્ષીય બાબુલાલ ચૌધરી અને તેમના કર્મચારી બાઘરામ પર સાત મનસે કાર્યકરોએ હુમલો કર્યો હતો કારણ કે બાઘરામ હિન્દીમાં બોલતા હતા. મનસે કાર્યકરોએ તેમને મરાઠીમાં બોલવાનું કહ્યું, જ્યારે ચૌધરીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં દરેક ભાષા બોલાય છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ વિવાદના મૂળ મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસક્રમમાં હિન્દીનો સમાવેશ કરવાના નિર્ણયમાં રહેલા છે. જોકે, પછીથી તેને રદ કરવામાં આવ્યો.

