૭૫ વર્ષની ઉંમર પછી ગુજ્જુ બેનના નાસ્તા નામની બ્રૅન્ડ શરૂ કરીને, માસ્ટરશેફ ઇન્ડિયાનાં સ્પર્ધક પણ બનીને વિશ્વવિખ્યાત થઈ ગયેલાં ૭૯ વર્ષનાં આ બા લાખો લોકો માટે જબરદસ્ત પ્રેરણારૂપ બની ગયાં હતાં
ઊર્મિલા આશર
લોકોમાં ‘બા’ તરીકે પ્રખ્યાત એવાં ‘માસ્ટરશેફ ઇન્ડિયા 7’નાં સ્પર્ધક તેમ જ ‘ગુજ્જુબેનના નાસ્તા’ બ્રૅન્ડને લીધે વિશ્વભરમાં જાણીતાં બનેલાં ઊર્મિલા આશરનું સોમવારે રાતે ૮.૩૦ વાગ્યે હાર્ટ-અટૅક આવતાં નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર ગઈ કાલે સવારે ૮ વાગ્યે મરીન લાઇન્સના ચંદનવાડીમાં કરવામાં આવ્યા હતા જેમાં ઘણા ઇન્ફ્લુએન્સર સહિત ‘માસ્ટરશેફ ઇન્ડિયા’ની ટીમના કેટલાક સભ્યો અને અનેક ચાહકોએ હાજરી આપી હતી.



