Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇન્દોરના આકાશમાં મિસાઇલોથી વેરાયા રંગો, નકલી હાથીની સૂંઢમાં ભરેલા રંગીન પાણીથી હજારો લોકોને કર્યા તરબોળ

ઇન્દોરના આકાશમાં મિસાઇલોથી વેરાયા રંગો, નકલી હાથીની સૂંઢમાં ભરેલા રંગીન પાણીથી હજારો લોકોને કર્યા તરબોળ

Published : 09 March, 2026 03:18 PM | IST | Indore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નગરનિગમે ગોઠવેલી વિશાળકાય હાથીની પ્રતિકૃતિ પણ આકર્ષણનું કેન્દ્ર હતી. એ હાથીની સૂંઢમાંથી નીકળતા રંગીન પાણીએ લોકોને રંગોથી તરબોળ કર્યા હતા.

ઇન્દોરના આકાશમાં મિસાઇલોથી વેરાયા રંગો, નકલી હાથીની સૂંઢમાં ભરેલા રંગીન પાણીથી હજારો લોકોને કર્યા તરબોળ

ઇન્દોરના આકાશમાં મિસાઇલોથી વેરાયા રંગો, નકલી હાથીની સૂંઢમાં ભરેલા રંગીન પાણીથી હજારો લોકોને કર્યા તરબોળ


ઇન્દોરની ઐ‌તિહાસિક રંગપંચમી ગેર આ વખતે આધુનિકતા અને પરંપરાનો અનોખો સંગમ બની રહી હતી. ટોરી કૉર્નરની મિસાઇલોથી ઊડતા ગુલાલે શહેરના આસમાનને ગુલાબી કરી નાખ્યું હતું અને હાથીઓ દ્વારા રંગીન પાણીની છોળોથી ઇન્દોરના રસ્તાઓ પર રંગોનું રાજ છવાઈ ગયું હતું. મધ્ય પ્રદેશની રાજધાની ઇન્દોરમાં ગઈ કાલે વિશ્વપ્રસિદ્ધ પારંપરિક રંગપંચમી ગેરનો સિલસિલો વહેલી સવારથી જ શરૂ થઈ ગયો હતો. એમાં લાખોની સંખ્યામાં લોકો રાજબાડા અને આસપાસના વિસ્તારોમાં ઊમટી પડ્યા હતા. આ વખતે રંગપંચમી ગેરનો ઉત્સવ માત્ર પરંપરા માટે જ નહીં, પરંતુ યુનેસ્કોમાં સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં સમાવિષ્ટ થવાના પોતાના દાવાને મજબૂત કરાવવા માટે પણ ખાસ હતો. શહેરમાં ટોરી કૉર્નર વિસ્તારમાં ત્રણ ટૅન્કરો લગાવવામાં આવ્યાં હતાં જેના પર મિસાઇલ જેવું ઉપકરણ લગાવીને હવામાં સેંકડો ફુટ દૂર સુધી ગુલાલની છોળો ઉડાડવામાં આવી હતી. નગરનિગમે ગોઠવેલી વિશાળકાય હાથીની પ્રતિકૃતિ પણ આકર્ષણનું કેન્દ્ર હતી. એ હાથીની સૂંઢમાંથી નીકળતા રંગીન પાણીએ લોકોને રંગોથી તરબોળ કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2026 03:18 PM IST | Indore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK