Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઓપન ગ્રાઉન્ડ્સ તો BMCનાં જ, ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્‍સ ફૅસિલિટી ઊભી કરવાની યોજના

ઓપન ગ્રાઉન્ડ્સ તો BMCનાં જ, ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્‍સ ફૅસિલિટી ઊભી કરવાની યોજના

Published : 24 November, 2026 10:59 AM | Modified : 24 November, 2026 11:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BJPની મીટિંગમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો, પ્રાઇવેટ પ્લેયર્સ પાસેથી પાછાં લેવાશે મેદાનો.

બીએમસી હેડક્વૉર્ટર

બીએમસી હેડક્વૉર્ટર


હાલમાં જ મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાનો આશિષ શેલાર તથા મંગલ પ્રભાત લોઢા ઉપરાંત મુંબઈ ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ અમીત સાટમ તથા વરિષ્ઠ વિધાનસભ્યો અને નગરસેવકોની યોજાયેલી બેઠકમાં શહેરનાં બધાં જ ઓપન ગ્રાઉન્ડ્સ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પોતાના હસ્તક કરે અને એનો કારભાર પોતે સંભાળે એ મુદ્દે સર્વાનુમતે સંમતિ લેવામાં આવી હતી. આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો વિશે BMC કમિશનર અશ્વિની ભિડેને પત્ર લખીને આ અઠવાડિયે જાણ કરવામાં આવશે. આ બેઠકમાં શહેરમાં રહેલાં બધાં જ ઓપન ગ્રાઉન્ડ્સનો કારભાર પ્રાઇવેટ કંપનીઓ કે અન્ય સંસ્થાઓ પાસેથી પાછો ખેંચી BMCને સોંપવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો.

BMC પર હવે BJP-મહાયુતિનું શાસન છે ત્યારે BMC બધાં જ ઓપન ગ્રાઉન્ડ્સને પોતાના હસ્તક લઈને એનો વિકાસ કરવા માગે છે. એમની જાળવણી BMC દ્વારા કરવામાં આવે તથા દરેક વૉર્ડના બેથી ૩ પ્લૅગ્રાઉન્ડ્સમાં ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્‍સ ફૅસિલિટી ઊભી કરવામાં આવે એની હાલ જરૂર હોવાનું BJPનું માનવું છે. BMC પોતાના ભંડોળનો ઉપયોગ કરીને તથા કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) દ્વારા મળતા ફંડફાળાનો ઉપયોગ કરીને ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્‍સ ફૅસિલિટી ઊભી કરે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2026 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK