મુંબઈની લોકલ ટ્રેનમાં ગિરદીને કારણે ઘણા લોકો પીક અવર્સમાં દિવ્યાંગો માટે આરક્ષિત રાખેલા કોચમાં ચડી જાય છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મુંબઈની લોકલ ટ્રેનમાં ગિરદીને કારણે ઘણા લોકો પીક અવર્સમાં દિવ્યાંગો માટે આરક્ષિત રાખેલા કોચમાં ચડી જાય છે. ગેરકાયદે રીતે દિવ્યાંગોના ડબ્બામાં ઘૂસી જતા મુસાફરોને લીધે ખરેખર જેમના માટે કોચ આરક્ષિત રાખવામાં આવ્યો છે તેમણે જ હાલાકી ભોગવવી પડે છે. આવા જ એક બનાવમાં એક પ્રજ્ઞાચક્ષુ મુસાફર ટ્રેનમાં દિવ્યાંગોના કોચમાં ચડવાનો પ્રયત્ન કરે છે ત્યારે મુસાફરોની ભીડ તેને ધક્કે ચડાવે છે એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. લોકોએ આ બનાવને અસંવેદનશીલ ગણાવીને ગેરકાયદે રીતે દિવ્યાંગોના ડબ્બામાં ચડી જતા મુસાફરોની ટીકા કરી છે.

