આ ડિજિટલ અભિયાનમાં સેવા કાર્ય, ક્વિઝ અને વર્ચ્યુઅલ પ્રદર્શનો સહિત ૯ ઇન્ટરૅક્ટિવ પ્રવૃત્તિઓનો સમાવેશ, સેવાની ભાવનાને પ્રોત્સાહન આપવા અને વડા પ્રધાનના સમર્પણનું સન્માન કરવાનો આ અભિયાનનો હેતુ
પ્રતીકાત્મક તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે નમો ઍપ પર ખાસ સેવા પર્વ 2025 અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે બીજી ઑક્ટોબર સુધી ચાલુ રહેશે. આ પહેલનો હેતુ સેવાની ભાવનાને મજબૂત બનાવવાનો અને નરેન્દ્ર મોદીના જીવનભરના સમર્પણનું સન્માન કરવાનો છે. નમો ઍપમાં સ્વયંસેવકો અને નાગરિકો માટે સેવા સંબંધિત પ્રવૃત્તિઓ, ક્વિઝ, પ્રદર્શનો અને શુભેચ્છાઓ શૅર કરવાના વિકલ્પો સહિત અનેક ઇન્ટરૅક્ટિવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
આ ડિજિટલ પહેલનો મુખ્ય સંદેશ ‘સેવા એ સંકલ્પ છે, રાષ્ટ્ર પ્રથમ પ્રેરણા છે’ છે જે દરેક નાગરિકને સેવા અને રાષ્ટ્રના નિર્માણમાં સક્રિયપણે ભાગ લેવા પ્રેરણા આપે છે.
ADVERTISEMENT
૯ ઇન્ટરૅક્ટિવ પ્રવૃત્તિઓ
૧. સબકા સાથ, સબકી સેવા : આ પહેલ હેઠળ લોકો ૧૫ સેવાપ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે. આમાં ‘એક પેડ માઁ કે નામ અભિયાન’, રક્તદાન અથવા સ્વચ્છતા અભિયાન જેવી પહેલોનો સમાવેશ થાય છે. તેમની સેવા કર્યા પછી સહભાગીઓ તેમના ફોટો અપલોડ કરી શકે છે અને લીડરબોર્ડ અને પ્રમાણપત્રો દ્વારા માન્યતા પ્રાપ્ત કરી શકે છે.
૨. વર્ચ્યુઅલ પ્રદર્શન : નમો ઍપ પર એક વર્ચ્યુઅલ પ્રદર્શન બનાવવામાં આવ્યું છે જે નરેન્દ્ર મોદીના જીવનનાં ૭૫ વર્ષ દર્શાવે છે. મોદી માઇલસ્ટોન્સ ફોટોબૂથ સુવિધા લોકોને પૃષ્ઠભૂમિ તરીકે વડા પ્રધાન સાથે સેલ્ફી લેવાની મંજૂરી આપે છે.
૩. AI ગ્રીટિંગ રીલ : આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ગ્રીટિંગ રીલ લાગણીઓને જોડે છે જેનાથી નાગરિકો તરત જ વડા પ્રધાન મોદી માટે વ્યક્તિગત, AI-જનરેટેડ જન્મદિવસની શુભેચ્છાઓ બનાવી શકે છે.
૪. તમારા મોદી ગુણો શોધો : આ કાર્યક્રમ નાગરિકોને તેઓ વડા પ્રધાન સાથે કયા ગુણો શૅર કરે છે એ ઓળખવા માટે આમંત્રિત કરે છે.
૫. નો યૉર નમો ક્વિઝ : નો યૉર નમો ક્વિઝ દ્વારા સહભાગીઓને નરેન્દ્ર મોદીના જીવન અને નેતૃત્વ સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા બદલ પૉઇન્ટ અને પ્રમાણપત્રો મળે છે.
૬. એક પ્રતીકાત્મક સામૂહિક શ્રદ્ધાંજલિ તરીકે ‘મૈં ભી મોદી’ : આ અભિયાનમાં લોકો સેવા કરતા પોતાના ફોટો અપલોડ કરી શકે છે. બધા ફોટો એકસાથે નરેન્દ્ર મોદીનો મોટો કોલાજ બનાવે છે.
૭. નમો પુસ્તકસંગ્રહ : નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી યાત્રા પર પુસ્તકોનો સંગ્રહ નમો ઍપ પર પણ ઉપલબ્ધ છે.
૮. નમો મર્ચન્ડાઇઝ : નમો મર્ચન્ડાઇઝ, જેમ કે ટી-શર્ટ અને મગ નમો ઍપ પર પણ ઉપલબ્ધ છે જેનો સીધો ઑર્ડર આપી શકાય છે.
૯. ધ વર્લ્ડ વિશેષ ફીચર : એમાં વિશ્વભરના નેતાઓ અને સેલિબ્રિટીઓ તરફથી મળેલી શુભેચ્છાઓ એકસાથે પ્રદર્શિત કરવામાં આવી છે. આ નરેન્દ્ર મોદીની વૈશ્વિક ઓળખને વધુ પ્રકાશિત કરે છે.

