લલ્લન સિંહ પર ૧૪ કરોડ રૂપિયા વાઇટ કરી આપવાનો આરોપ છે
ટોરેસ કૌભાંડ
મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ (EOW)એ ટોરેસ કૌભાંડમાં ગઈ કાલે નવી મુંબઈના લલ્લન સિંહની ધરપકડ કરી હતી. આ સાથે આ કેસમાં અત્યાર સુધીમાં આ સાતમી અરેસ્ટ છે. દાદર પોલીસે કેસ દાખલ કર્યો ત્યારથી લલ્લન સિંહ ભાગતો ફરતો હતો. તેના પર ટોરેસ જ્વેલરીના પ્રમોટરોના ૧૪ કરોડ બ્લૅક મનીને વાઇટ કરી આપવાનો આરોપ છે. ફાઇનૅન્શ્યલ કન્સલ્ટન્ટનું કામ કરતો લલ્લન સિંહ આ રૂપિયા ફેક કંપનીઓમાં ડિપોઝિટ કરીને તેમની પાસેથી ચેક લેતો હતો.
પ્લૅટિનમ હર્ન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ટોરેસ જ્વેલરી બ્રૅન્ડના નામે સેંકડો રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ કેસમાં ૧૦,૮૪૮ ઇન્વેસ્ટરોએ ૫૭ કરોડ રૂપિયાથી વધારેની ફરિયાદ મુંબઈ પોલીસ સમક્ષ નોંધાવી છે.

