રિક્ષાનો આગળનો ભાગ દબાઈ ગયો હતો અને હુડ નીચે આવી ગયું હતું
ફાયર-બ્રિગેડના જવાનોએ ડ્રાઇવરને ૧૫ મિનિટની જહેમત બાદ બહાર કાઢ્યો હતો
થાણેમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પાચપખાડી વિસ્તારમાં શેલ પેટ્રોલ-પમ્પ નજીક શુક્રવારે વહેલી સવારે ૩.૪૫ વાગ્યે એક રિક્ષા અને ટૅન્કર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં રિક્ષાને ભારે નુકસાન થયું હતું. રિક્ષાનો આગળનો ભાગ દબાઈ ગયો હતો અને હુડ નીચે આવી ગયું હતું. ડ્રાઇવરને બહાર કાઢવા માટે ફાયર-બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર-બ્રિગેડના જવાનોએ હુડ કાપીને રિક્ષા-ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો. ડ્રાઇવરને ભારે ઈજા થઈ હોવાથી તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધીને ફરાર થઈ ગયેલા ટૅન્કર-ડ્રાઇવરની શોધ શરૂ કરી છે.

