સેન્ટ્રલ રેલવેનાં માટુંગા અને મુલુંડ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર સવારે ૧૧.૦૫ થી બપોરે ૩.૪૫ વાગ્યા સુધી મેગા બ્લૉક રહેશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રવિવારે સેન્ટ્રલ રેલવેનાં માટુંગા અને મુલુંડ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર સવારે ૧૧.૦૫ થી બપોરે ૩.૪૫ વાગ્યા સુધી મેગા બ્લૉક રહેશે. દરમ્યાન માટુંગા અને મુલુંડ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ ટ્રેનોને અપ અને ડાઉન સ્લો લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે. આ બન્ને સ્ટેશનો વચ્ચે તમામ ટ્રેનો દરેક સ્ટેશન પર રોકાશે, જેને લીધે ટ્રેનો ૧૫ મિનિટ મોડી રહેશે.
CSMTથી સવારે ૧૧.૧૬થી સાંજે ૪.૪૭ વાગ્યા સુધી વાશી, બેલાપુર અને પનવેલ સુધીની ડાઉન ટ્રેનો તેમ જ CSMTથી સવારે ૧૦.૪૮થી સાંજે ૪.૪૩ વાગ્યા સુધી બાંદરા અને ગોરેગામ સુધીની ડાઉન ટ્રેનો બંધ રહેશે. પનવેલ, બેલાપુર અને વાશીથી સવારે ૯.૫૩થી બપોરે ૩.૨૦ વાગ્યા સુધી CSMT તરફની અપ ટ્રેનો તથા ગોરેગામ અને બાંદરાથી CSMT તરફની અપ સેવાઓ સવારે ૧૦.૪૫ થી સાંજે ૫.૧૩ વાગ્યા સુધી CSMT તરફની અપ ટ્રેનો રદ રહેશે.
ADVERTISEMENT
બ્લૉક દરમ્યાન પનવેલ અને કુર્લા વચ્ચે ૨૦ મિનિટની ફ્રીક્વન્સી પર ખાસ લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે.


