Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઈંદરમાં ૧૨,૦૦૦ રિક્ષા-ટૅક્સી ડ્રાઇવરો માટે મરાઠીની ટેસ્ટ શરૂ

મીરા-ભાઈંદરમાં ૧૨,૦૦૦ રિક્ષા-ટૅક્સી ડ્રાઇવરો માટે મરાઠીની ટેસ્ટ શરૂ

Published : 11 April, 2026 10:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

RTOમાં ડ્રાઇવરો પાસે મરાઠીના ટૂંકા ફકરાઓ લખાવવામાં આવી રહ્યા છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મીરા-ભાઈંદરના ૧૨,૦૦૦થી વધુ ઑટોરિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ની ચાંપતી નજર હેઠળ છે. RTO દ્વારા પરમિટ અને ડોમિસાઇલ સર્ટિફિકેટની ચકાસણીની સાથે હવે મરાઠી ભાષાની ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં આવી છે. લાયસન્સ અને પરમિટ આપવામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો બાદ આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે આગામી સમયમાં સમગ્ર મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવે એવી શક્યતા છે.

RTO દ્વારા આ વેરિફિકેશન ઝુંબેશ અલગ-અલગ બૅચમાં ચલાવવામાં આવી રહી છે. પહેલી મે  સુધીમાં આ તપાસનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવામાં આવશે.



ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે આ કાર્યવાહીની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે ફરિયાદોને ગંભીરતાથી લઈને ડોમિસાઇલ સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસ દરમ્યાન ચાલકોએ મહારાષ્ટ્ર મોટર વ્હીકલ રૂલ્સ, ૨૦૧૯ના સુધારા મુજબ મરાઠી વાંચતાં અને લખતાં આવડતું હોવાનું સાબિત કરવું પડશે. RTOમાં ડ્રાઇવરો પાસે મરાઠીના ટૂંકા ફકરાઓ લખાવવામાં આવી રહ્યા છે.


જે ડ્રાઇવરો આ ટેસ્ટમાં ફેલ થશે તેમનું લાયસન્સ અને પરમિટ સસ્પેન્ડ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. જોકે રિક્ષા-યુનિયનોએ આ પગલાનો વિરોધ કરતાં એને હેરાનગતિ ગણાવી છે.


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2026 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK