બાવીસમી એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલામાં ૨૬ પર્યટકોએ જીવ ગુમાવ્યા હતા. તેમને તેમનો ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિરુદ્ધ દેશભરમાં રૅલીઓ અને દેખાવો થઈ રહ્યાં છે. વાકોલામાં આયોજિત આવા જ એક કાર્યક્રમમાં બે કોમ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક યુવકને ઈજા થઈ હતી. એના અનુસંધાનમાં પોલીસે ૧૫ વ્યક્તિ વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે.
બાવીસમી એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલામાં ૨૬ પર્યટકોએ જીવ ગુમાવ્યા હતા. તેમને તેમનો ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી હતી. આ બાબતે દેશ બે જૂથમાં વહેંચાઈ ગયો છે. વાકોલામાં પહલગામના આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કરવા માટે એક શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં જુદી-જુદી કોમના લોકોએ ભાગ લીધો હતો, પરંતુ જુદી વિચારધારા અને કોમી તનાવને કારણે આ પ્રદર્શન હિંસક બની ગયું હતું. એમાં એક યુવકને ઈજા થઈ હતી. પોલીસે મામલો હાથમાં લેતાં પરિસ્થિતિ કાબૂમાં આવી હતી.

