Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > CBSE બોર્ડના આ ગુજરાતી વિદ્યાર્થીઓ ૯૮+ ટકા લાવ્યા છે ટેન્થમાં

CBSE બોર્ડના આ ગુજરાતી વિદ્યાર્થીઓ ૯૮+ ટકા લાવ્યા છે ટેન્થમાં

Published : 19 April, 2026 07:49 AM | Modified : 19 April, 2026 11:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૯૮.૬૭ ટકા સાથે પાસ થયેલા ‌બોરીવલીના મનન ફુરિયાને કૉમર્સ ક્ષેત્રમાં ઍક્ચ્યુઅરી કરવું છે, ૯૮.૨૦ ટકા સાથે પાસ થયેલી મુલુંડની પર્લ સાવલાને કૉમર્સમાં આગળ વધીને CS કરવું છે

મનન ફુરિયા, પર્લ સાવલા

મનન ફુરિયા, પર્લ સાવલા


૯૮.૬૭ ટકા સાથે પાસ થયેલા ‌બોરીવલીના મનન ફુરિયાને કૉમર્સ ક્ષેત્રમાં ઍક્ચ્યુઅરી કરવું છે

બોરીવલી-વેસ્ટના રૉયલ કૉમ્પ્લેક્સમાં રહેતો CBSE બોર્ડના દસમા ધોરણનો વિદ્યાર્થી મનન ફુરિયા પરીક્ષામાં બેસ્ટ ઑફ ફાઇવના ધોરણે ૫૦૦માંથી ૪૯૫ માર્ક સાથે ૯૮.૬૭ ટકા મેળવીને બોરીવલીની માતુશ્રી કાશીબેન વ્રજલાલ વળિયા (MKVV) ઇન્ટરનૅશનલ વિદ્યાલયમાં ટૉપર બન્યો છે. મનન તેની સફળતાનું શ્રેય તેનાં દાદી જશીબહેનને આપે છે. ભવિષ્યમાં મનન કૉમર્સ કરીને ઍક્ચ્યુઅરી ક્ષેત્રમાં આગળ વધવા માગે છે. એની સાથે તે સિવિલ ‌સર્વિસિસમાં જવાનું પ્લાનિંગ પણ કરી રહ્યો છે. મનનની સફળતા વિશેની માહિતી આપતાં દહિસરમાં મેડિકલ સ્ટોર સંભાળી રહેલી મનનની મમ્મી જિજ્ઞા ફુરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મનન ૬ વર્ષનો હતો ત્યારે જ તેના પપ્પા મૃત્યુ પામ્યા હતા. તેના પપ્પાના મૃત્યુના ૮ મહિનામાં જ તેના દાદા પણ મૃત્યુ પામ્યા હતા. અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. મારાં અને મારા જેઠનાં બધાં બાળકોને મારાં સાસુ જશીબહેને ઘરમાં ટ્યુશન કરીને ભણાવ્યાં છે. મનન નાનપણથી જ મસ્તીખોર હતો. તે ભણ્યો છે મસ્તી કરતાં-કરતાં. તેણે ક્યારેય ભણવાનું સ્ટ્રેસ લીધું નથી. મનન અને તેની મોટી બહેન પંક્તિ હંમેશાં રમવાના સમયે રમવાનું અને ભણવાના સમયે ભણવાનું એ નિયમ સાથે તેમનો ગોલ નક્કી કરીને ભણ્યાં છે. મનન રમતગમતમાં અને અન્ય પ્રવૃત્ત‌િઓમાં પણ અવ્વલ છે. જોકે તેની ભણવાની‌ સ્ટાઇલથી તેના ટીચર્સ પણ પ્રભાવિત હતા. તેઓ હંમેશાં મનનનો આત્મવિશ્વાસ વધારવામાં સહાયરૂપ થતા હતા. મનન માને છે કે જે લોકો પોતાના જીવનનો ગોલ નક્કી કરીને આગળ વધે છે તેઓ જીવનમાં અગ્ર રહે છે. મનન અને તેની બહેન હંમેશાં ભણતી વખતે તેમનો ટાર્ગેટ નક્કી કરીને ભણે છે. મહત્ત્વનું છે કે બન્ને જણ પોતાના ટાર્ગેટને અચીવ કરવામાં પણ માસ્ટર છે. હંમેશાં સફળ રહે છે.’



ધાર્મિક ક્ષેત્રે પણ ટૉપર
મનન ફક્ત ભણવામાં જ નહીં, ધાર્મિક ક્ષેત્રે પણ ટૉપર છે. તેને જૈન ધર્મની આઠમા ધોરણની પરીક્ષા સારા માર્કે પાસ કરી છે. તે ચાતુર્માસ દરમ્યાન જ્યાં સાધુઓ ન હોય ત્યાં ચાતુર્માસ કરાવવા જાય છે અને વ્યાખ્યાન પણ આપે છે. તેની બહેન પણ દસમા ધોરણમાં ૯૮ ટકા લાવી હતી. અત્યારે તે નાયર હૉસ્પિટલમાં બૅચલર ઑફ ડેન્ટલ સર્જરીનો અભ્યાસ કરી રહી છે. મનનનાં મમ્મી અને દાદી મેડિકલ સ્ટોર સંભાળે છે.


સ્કોર-કાર્ડ

સંસ્કૃત ૧૦૦

ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ૧૦૦
મૅથેમૅટિક્સ સ્ટાન્ડર્ડ ૦૯૮
સાયન્સ ૦૯૯
સોશ્યલ સાયન્સ ૦૯૮
૫૦૦/૪૯૫ (૯૮.૬૭ ટકા)
 
 
૯૮.૨૦ ટકા સાથે પાસ થયેલી મુલુંડની પર્લ સાવલાને કૉમર્સમાં આગળ વધીને CS કરવું છે
 
મુલુંડ-વેસ્ટના તાંબેનગરમાં રહેતી પર્લ સાવલાએ બુધવારે જાહેર થયેલા CBSEના દસમા ધોરણનાં પરિણામોમાં ૫૦૦માંથી બેસ્ટ ઑફ  ફાઇવના ધોરણે ૪૯૧ માર્ક મેળવીને ૯૮.૨૦ ટકા હાંસલ કર્યા છે અને મુલુંડની શેઠ કરમશી કાનજી ઇંગ્લિશ સ્કૂલ (SMPR)માં બીજા ક્રમે આવી છે. પર્લે પોતાની આ સફળતાનું શ્રેય તેનાં મમ્મી-પપ્પા અને શિક્ષકોને આપ્યું છે. ભવિષ્યમાં તે કૉમર્સમાં અભ્યાસ કરીને કંપની સેક્રેટરી (CS) તરીકે આગળ વધવા માગે છે.
 
પર્લ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દસમા ધોરણમાં પ્રવેશ કર્યા પછીથી જ મેં ટૉપર બનવાનો ગોલ નક્કી કર્યો હતો અને એ અનુસાર અભ્યાસનું આયોજન કર્યું હતું. આ આયોજનને દર અઠવાડિયે અભ્યાસક્રમ મુજબ બદલતી અને જેમાં હું નબળી હતી એ વિષય પર વધુ ધ્યાન આપતી હતી. મારા મતે આખો દિવસ ચોપડી ખોલીને બેસવાથી ટૉપર બનાતું નથી, પણ યોગ્ય આયોજન સાથે અભ્યાસ કરવામાં આવે તો ચોક્કસ સફળતા મળે છે. હું મારા શિક્ષકો દ્વારા આપવામાં આવેલો અભ્યાસ પૂર્ણ કર્યા પછી જ અન્ય પ્રવૃત્તિઓ કરતી હતી. એ દરમ્યાન મન શાંત રાખતી અને અભ્યાસથી કંટાળો આવે તો હું વાંસળી વગાડીને મારું મન ફ્રેશ કરી લેતી હતી. બીજી તરફ મારાં મમ્મી-પપ્પાએ ક્યારેય મને અભ્યાસ માટે દબાણ નહોતું કર્યું. મારા પરિણામથી હું થણી ખુશ છું અને હવે સારી કૉલેજમાં કૉમર્સમાં ઍડ્‍મિશન લઈને CS માટે તૈયારી શરૂ કરવાની યોજના છે.’
 
સ્કોર-કાર્ડ
ઇંગ્લિશ લૅન્ગ્વેજ 
ઍન્ડ લિટરેચર ૯૯
ફ્રેન્ચ ૧૦૦
મૅથેમૅટિક્સ સ્ટાન્ડર્ડ ૯૫
સાયન્સ ૯૮
સોશ્યલ સાયન્સ ૯૯
૫૦૦/૪૯૧ 
(૯૮.૨૦ ટકા)
Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK