Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અશોક ખરાત અને VSR એવિયેશન વચ્ચે કનેક્શન : વિધાનસભ્ય અમોલ મિટકરી

અશોક ખરાત અને VSR એવિયેશન વચ્ચે કનેક્શન : વિધાનસભ્ય અમોલ મિટકરી

Published : 18 April, 2026 12:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમોલ મિટકરીએ કહ્યું હતું કે ૨૮ જાન્યુઆરીએ અજિત પવાર કોના નિર્દેશથી વિમાનમાં ચડ્યા હતા અને તેમને કોણે રોડ દ્વારા મુસાફરી કરતાં અટકાવ્યા હતા

NCPના વિધાનસભ્ય અમોલ મિટકરી

NCPના વિધાનસભ્ય અમોલ મિટકરી


નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વિધાનસભ્ય અમોલ મિટકરીએ ભોંદુબાબા અશોક ખરાત અને VSR એવિયેશન વચ્ચેના સંબંધો વિશે ખૂબ ગંભીર આરોપ લગાવીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. અમોલ મિટકરીએ કહ્યું હતું કે ૨૮ જાન્યુઆરીએ અજિત પવાર કોના નિર્દેશથી વિમાનમાં ચડ્યા હતા અને તેમને કોણે રોડ દ્વારા મુસાફરી કરતાં અટકાવ્યા હતા એ બધા પ્રશ્નો હજી સુધી અનુત્તરિત છે.

અમોલ મિટકરીએ સીધો આરોપ લગાવ્યો હતો કે ‘આ ભોંદુબાબા અશોક ખરાત VSR એવિયેશન સાથે સંકળાયેલાં છે અને આ કંપનીના વી. કે. સિંહ અશોક ખરાતના મોટા ભક્ત છે એથી આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ જરૂરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2026 12:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK