Mumbai Water Cut: જળ શુદ્ધિકરણ કેન્દ્રમાં વિક્ષેપ ઊભો થયો હોવાથી આ અનેક વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર પહોંચી શકે એમ છે.
પ્રતીકાત્મક તસવીર
ઉલહાસ નદીમાં બારવી ડેમમાંથી પાણી છોડવામાં આવે છે. અંબરનાથ નજીકના જાંભુલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધિકરણની પ્રક્રિયા કરવામાં આવે છે. પરંતુ હવે તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ જ કારણોસર શુક્રવારની મધરાત 12 સુધી તેને બંધ (Mumbai Water Cut) કરવાનો નિર્ણય લેવાયો છે. જેને કારણે અંબરનાથ અને ઉલ્હાસનગર સહિત આ જળસ્ત્રોત પર નિર્ભર જેટલા પણ વિસ્તારો છે તે તમામ જગ્યાએ પાણી પુરવઠો ખોરવાઇ જશે.
મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) દ્વારા સંચાલિત બારવી ડેમમાંથી જિલ્લાનાં મોટાભાગનાં નગરપાલિકાઓ, ઔદ્યોગિક વિસ્તારો અને ગ્રામ પંચાયતોને પાણી પૂરું પાડવામાં (Mumbai Water Cut) આવે છે. આ ડેમમાંથી છોડવામાં આવતું પાણી ઉલ્હાસ નદીમાં જાય છે અને પછી તેની પર પ્રક્રિયા કરવામાં આવે છે અને તે આપ્ટી ડેમ નજીકના જામભૂલ કેન્દ્રમાં લઈ જવામાં આવે છે.
ADVERTISEMENT
તેની પર પ્રક્રિયા કર્યા બાદ તે પાણી પુરવઠો અંબરનાથ, ઉલ્હાસનગર, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા-ભાયંદર, બદલાપુર, થાણે વાગલે એસ્ટેટ અને ટીટીસિ ઔદ્યોગિક વિસ્તારો સહિતનાં અનેક વિધ સ્થળોએ વિતરીત કરવામાં આવતું હોય છે. માટે જ હવે આ કેન્દ્રમાં વિક્ષેપ ઊભો થયો હોવાથી આ અનેક વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર પહોંચી શકે એમ છે.
કયા કયા વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર થવાની છે
જાંભૂલ કેન્દ્રમાં સમારકામની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં (Mumbai Water Cut) પહોંચે. જેમાં અંબરનાથ, બદલાપુર ઈન્ડસ્ટ્રીયલ એરિયા, ઉલ્હાસનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, અંબરનાથ મ્યુનિસિપલ કાઉન્સિલ, મહારાષ્ટ્ર લાઈફ ઓથોરિટી અને અન્ય નજીકની શહેરી અને ગ્રામીણ વસાહતોનો સમાવેશ થાય છે.
૨૪ કલાક માટે પાણી પુરવઠાને થઈ અસર – ગુરુવારથી શુક્રવારની મિડ નાઈટ સુધી નો વૉટર
તમને જણાવી દઈએ કે અત્યારે મોટા પાયે જાંભૂલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સમારકામ ચાલી રહ્યું છે. આ જ કારણોસર ગુરુવારની રાતથી જ પાણી પુરથો બંધ કરી દેવામાં આવ્યો છે. આ કામગીરી ૨૪ કલાકની હોઈ ૨૪ કલાક માટે પાણી પુરવઠો બંધ જ રહેવાનો છે. આ દરમિયાન પાણી પહોંચાડવામાં આવશે નહીં.
પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાની વિનંતી
આ સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી કેટલાક કલાક સુધી પાણી ઓછા દબાણ સાથે છોડવામાં (Mumbai Water Cut) આવશે. કામગીરી હાથ ધરાઇ હોવાથી પાણી પુરવઠો અસર થઈ શકે છે. MIDC એ એક અખબારી યાદી બહાર પાડીને રહેવાસીઓ અને ઉદ્યોગ વસાહતોને આ સમયગાળા દરમિયાન પાણીનો વપરાશ જાળવીને કરવાની વિનંતી કરી છે. નાગરિકોને પણ આ સમયગાળા દરમિયાન પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જાંભૂલ જળ શુદ્ધિકરણ કેન્દ્રમાં બારવી ગુરુત્વાકર્ષણ ચેનલ પર તાત્કાલિક જાળવણી અને સમારકામનું કામ ઓલરેડી હાથ ધરાયું છે.