Mumbai Weather Update: ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના જણાવ્યા અનુસાર આજે મુંબઈમાં આખા દિવસ દરમિયાન ક્યાંક ભારે વરસાદ થવાની પણ સંભાવના દેખાઈ રહી છે.
વરસાદી માહોલની પ્રતીકાત્મક તસવીર
Mumbai Weather Update: મુંબઈમાં મેઘરાજાએ થોડોક પોરો ખાધો હોય એમ લાગી રહ્યું છે. પરંતુ ક્યાંક ક્યાંક છુટાછવાયા ઝાપટાં પણ થઇ રહ્યા છે. આજે શહેરમાં હવામાનની વાત કરીએ તો મોટેભાગે વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે. ક્યાંક ક્યાંક છૂટાછવાયા વરસાદની પણ મજા જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના જણાવ્યા અનુસાર આજે મુંબઈમાં આખા દિવસ દરમિયાન ક્યાંક ભારે વરસાદ થવાની પણ સંભાવના દેખાઈ રહી છે. તાપમાન 26થી 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. આજની આગાહી મુજબ હળવોથી મધ્યમ વરસાદ રહેશે. કોંકણ પ્રદેશ અલર્ટ પર છે. ત્યાનાSD ઘણા જિલ્લાઓમાં જોરદાર વરસાદની સંભાવના છે. પાલઘર અને થાણેમાં આજે વરસાદ સાથે વીજળીના કડાકા થવાની પણ શક્યતા છે. વિકએન્ડમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. આવતા સપ્તાહની શરુઆત કદાચ પાલઘરમાં જોરદાર વરસાદ (Mumbai Weather Update) થઇ શકે છે. જોકે અત્યાર સુધી તો આઈએમડીએ કોઈ અલર્ટ આપ્યું નથી.
મુંબઈ નહીં પણ આસપાસના જીલ્લા માટે અલર્ટ
ADVERTISEMENT
હવામાન વિભાગની આગાહી (Mumbai Weather Update) તરફ નજર કરીએ તો તમામ કોંકણ જિલ્લાઓ માટે યલો એલર્ટ છે. ક્યાંક ક્યાંક તો અતિભારે વરસાદની પણ શક્યતા છે. મુંબઈમાં ગઈકાલ સવારથી જ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ શરુ થઇ જ ગયો છે. અનેક વિસ્તારોમાં 20થી 40 મીમીની વચ્ચે વરસાદ થયો છે. વેધર રિપોર્ટ પ્રમાણે આવો જ વરસાદ હજી તો સોમવાર સુધી ચાલુ રહેવાનો છે. જોકે, આ વરસાદની તીવ્રતા ખૂબ જ વધી જશે એવું નથી જ. પણ, આસપાસના જિલ્લાઓ જેમ કે રાયગઢ, રત્નાગિરી અને સિંધુદૂર્ગમાં આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી છે.
બીજે ક્યાં ક્યાં થશે મેઘમહેર?
વેધર રિપોર્ટ અનુસાર પૂણે, સતારા, કોલ્હાપુર અને સાંગલી જિલ્લામાં વરસાદનું જોર વધારે રહેશે. કેટલાંક જીલ્લા યલો અલર્ટ તો કેટલાંક ઓરેન્જ અલર્ટ હેઠળ છે. મરાઠવાડામાં છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, બીડ અને નાંદેડમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે. નાગપુર, ચંદ્રપુર, ગોંદિયા, ગઢચિરોલી અને વિદર્ભના વર્ધા જિલ્લામાં સુદ્ધાં ક્યાંક ક્યાંક ભારેથી અતિભારે વરસાદની શક્યતા (Mumbai Weather Update) છે. નાસિક, ધુળે અને જલગાંવમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
આવનારા દિવસોમાં વરસાદની આગાહી અને હવામાનના સ્વરૂપ (Mumbai Weather Update)ને ધ્યાનમાં રાખતાં નિષ્ણાતો જણાવે છે કે ઓડિશાના દક્ષિણ દરિયાકાંઠા અને આસપાસના પ્રદેશોમાં પેદા થયેલા લો પ્રેશરના પટ્ટાને લીધે આગામી દિવસોમાં વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા છે. એને જ પગલે ચક્રવાત અને પૂર્વ-પશ્ચિમના પવનની પેટર્નમાં પણ અસર જોવા મળી શકે છે. પશ્ચિમી દરિયાકાંઠે ફરી એકવાર મોન્સુન સક્રિય થવાની શક્યતા છે. જે ગોવા અને કોંકણમાં મોસમના બદલાવને સૂચિત કરે છે.

