Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બહારની ખાણીપીણીમાંથી ગાયબ થઈ ગયો છે લાલ-લીલો-પીળો રંગ

બહારની ખાણીપીણીમાંથી ગાયબ થઈ ગયો છે લાલ-લીલો-પીળો રંગ

Published : 18 August, 2026 07:17 AM | Modified : 18 August, 2026 09:54 AM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

તમને પણ તમારી આજુબાજુની ખાવાની જગ્યાએ મુંઢે ઇફેક્ટ જોવા મળી રહી છે?

રેસ્ટોરાંઓ અને દુકાનોમાં વિવિધ ફૂડમાંથી કલર ગાયબ થઈ ગયો છે એના વિશેની સોશ્યલ મીડિયા પરની પોસ્ટ્સ.

રેસ્ટોરાંઓ અને દુકાનોમાં વિવિધ ફૂડમાંથી કલર ગાયબ થઈ ગયો છે એના વિશેની સોશ્યલ મીડિયા પરની પોસ્ટ્સ.


બાળકોના બેબી પિન્ક કે બ્લુ રંગના ફેવરિટ ‘બુઢ્ઢી કે બાલ’ હવે ઓરિજિનલ બુઢ્ઢી કે બાલ જેવા સફેદ મળવા માંડ્યા છે, કારણ કે નિશ્ચિત માત્રાથી વધારે ફૂડ-કલર વાપરવામાં જોખમ છે. માત્ર રોડ પરથી જ નહીં, રેસ્ટોરાંમાંથી પણ ફૂડ-કલર ગાયબ થઈ જતાં દેશી ચાઇનીઝ મંચુરિયન, શેઝવાન સૉસ કે પાંઉભાજી હવે પહેલાં જેવાં લાલ નથી રહ્યાં. પાઇનૅપલ શીરામાં રહેલી પીળાશ ઊડી ગઈ છે તો ગ્રીન ગ્રેવીની લીલાશ ઝાંખી પડી છે. કાજુકતરી પરથી વરખ ગાયબ છે તો ગોળાવાળાની તો લારીઓ જ ગાયબ થઈ રહી છે. એક ફૂડ-કમિશનરના પ્રભાવથી ફૂડ-ઇન્ડસ્ટ્રીનો આ બેરંગ અવતાર કેટલો વ્યાપક બન્યો છે અને એના શું લાભ થવાના છે એ જાણી લો

સોશ્યલ મીડિયાના પ્લૅટફૉર્મ X પર એક યુઝરે રેસ્ટોરાંની સાફસફાઈનો વિડિયો શૅર કરતાં લખ્યું છે કે હવે રેસ્ટોરાં ૧૧ વાગ્યે બંધ થઈ જાય છે અને સવાઅગિયારે ડીપ ક્લીનિંગ થાય છે. તુકારામ મુંઢે ખરેખર ભગવાનનું કામ કરી રહ્યા છે. અન્ય એક યુઝરે ‘રામાશ્રય’ના ઝાંખા પીળા પાઇનૅપલ શીરાનો ફોટો શૅર કરીને લખ્યું હતું, ‘ન્યુ કલર ઑફ પાઇનૅપલ શીરા ઍટ રામાશ્રય. વેર ઇઝ ધ યલો.’ એમ લખીને તેણે લાફ્ટર પણ ઉમેર્યું હતું.


 

બીજા એક યુઝરે લખ્યું છે કે ચાઇનીઝ ડિશિઝમાં જોવા મળતો લાલચટક રંગ ગાયબ છે અને ઝાંખાં મંચુરિયન અને ઝાંખી શેઝવાન ચટણીથી કામ ચલાવવું પડે છે. વળી એક યુઝરે લખ્યું હતું કે હવે પાલક પનીર કે હરિયાળા કબાબમાં પહેલાં જેવી હરિયાળી નથી રહી.
 

સોશ્યલ મીડિયા પર ‘મુંઢે ઇફેક્ટ’ અત્યારે ટ્રેન્ડિંગ છે અને ઘણા લોકો ફૂડના બિફોર ઍન્ડ આફ્ટરના ફોટો શૅર કરી રહ્યા છે. એની સાથે પેટ ભરીને ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેનાં વખાણ પણ કરી રહ્યા છે. ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં ડિશને દેખાવમાં આકર્ષક બનાવવા માટે પારાવાર પ્રમાણમાં કલર્સનો ઉપયોગ થતો રહ્યો છે. ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) દ્વારા નિશ્ચિત કરેલી મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં જો ફૂડ-કલર વાપરો તો એ કાનૂની અપરાધ ગણાય છે. કેટલાક કેસમાં તો ફૂડ-ગ્રેડને બદલે કેમિકલયુક્ત કલર તમારા ટેબલ પર પીરસાતી વાનગીને દેખાવની દૃષ્ટિએ તો આકર્ષક બનાવે છે પણ હેલ્થની દૃષ્ટિએ એ ભયંકર બીમારીઓને આમંત્રી શકે છે. જોકે થૅન્ક્સ ટુ તુકારામ મુંઢે કે હવે રંગોની ભયાનકતાથી બહાર ખાતા લોકો બચી શકે એ માટે રેસ્ટોરાંવાળા પોતે જ સતર્ક થઈ રહ્યા છે. 
 
અમે પણ જોયું
 
ભાંડુપમાં રહેતી ૧૧ વર્ષની ધ્રુવી દેઢિયાએ પોતાની સ્કૂલની પાસે મળતા મંચુરિયનનો રંગ હવે મૂંગદાલ ભજી જેવો પીળાશ પડતો ગોલ્ડન થઈ ગયો છે અને લાલ કલર મિસિંગ છે એ ઑબ્ઝર્વ કર્યું છે. ધ્રુવી કહે છે, ‘મને તો મારી મમ્માએ ત્યાં ખાવાની ના જ પાડી છે કારણ કે તે અંકલ બહુબધો કલર યુઝ કરતા હતા, પરંતુ રીસન્ટ્લી મારી ફ્રેન્ડ ત્યાં ખાઈ રહી હતી અને તેણે મને ઑફર કર્યું ત્યારે મેં જોયું કે હવે એનો કલર ડિફરન્ટ થઈ ગયો છે. અફકોર્સ, એ પછી પણ મમ્માએ મને ત્યાં યુઝ થતા તેલ અને હાઇજીનને કારણે ખાવાની ના જ પાડી છે. જોકે આ એક કલરનો ચેન્જ પણ મને તો બહુ જ પૉઝિટિવ લાગે છે. પ્લસ હવે અમારી કૅન્ટીનમાં મંચુરિયન જ મળતું બંધ થઈ ગયું છે.’
 
આ જ સંદર્ભમાં ધ્રુવીની મમ્મી, ન્યુટ્રિશનિસ્ટ અને શેફ પૂજા દેઢિયા કહે છે, ‘હું તમને કહી શકું છું કે બદલાવ આવવાનો શરૂ થયો છે, પરંતુ એ પૂરેપૂરો નથી એ પણ એટલું જ સાચું છે. જેમ કે અત્યારે રીસન્ટ્લી મેં એક વેલનોન બ્રૅન્ડમાંથી સૅન્ડવિચ ઑર્ડર કરેલી. એ ફૂડ-આઉટલેટનાં આખા મુંબઈમાં ઘણાંબધાં આઉટલેટ છે અને તેઓ માત્ર સૅન્ડવિચ જ સર્વ કરે છે, પરંતુ તમને સાચું કહું તો એની સાથે જે ચટણી આવી હતી એ ગ્રીન ચટણી અને લસણની ચટણીમાં કલર હતો. ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં કલર્સનો ઉપયોગ ડિશને વધુ દેખાવડી બનાવવામાં થાય છે, પરંતુ એનાથી હેલ્થનું શું થાય છે એનાથી કોઈને ફરક નથી પડતો.’
 
અમે પોતે સર્વ કર્યું છે
 
બોરીવલીમાં સૅન્ડવિચનો સ્ટૉલ ધરાવતી નેહા શર્મા એક સમયે પાંઉભાજી અને ચાઇનીઝ સર્વ કરતી હતી. હવે તેણે એ બંધ કરી દીધું છે, પણ પોતાના સ્વાનુભવ પરથી નેહા કહે છે, ‘હું પોતે ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં છું એટલે મને ખબર છે કે કયા સ્તર પર લોકો દ્વારા ટેસ્ટ અને લુક વધારવા માટે મનફાવે એવી આઇટમો સર્વ કરવામાં આવે છે. એમાં માત્ર વેચનારાનો જ નહીં, થોડાક અંશે ખાનારાનો પણ દોષ છે. અમારે ત્યાં જ્યારે અમે ચાઇનીઝ વેચતા ત્યારે હું જો કાઉન્ટર પર હોઉં તો લોકોને પૂછતી કે ફૂડ-કલર નાખવો કે નહીં. ત્યારે તેઓ કહેતા કે દેખાવમાં સારું હોવું જોઈએ. તેમને હેલ્થની પડી જ નહોતી. કોઈક લોકો સામેથી જ ફૂડ-કલર અને MSG (મોનો સોડિયમ ગ્લુટામેટ)ની ના પાડતા. અત્યારે મુંઢેજી જે કરી રહ્યા છે એ ખરેખર આ શહેર માટે વરદાન છે, કારણ કે બહુ જ વધારે પ્રમાણમાં ભેળસેળ વધી ગઈ હતી. અત્યારે સૅન્ડવિચના સ્ટૉલમાં ચટણી, કાચાં કેળાં અને બટાટાનો મસાલો હું ઘરે જ બનાવું છું. બટર, ચીઝ અને ટમૅટો કેચપ અમે બ્રૅન્ડેડ જ વાપરીએ છીએ. હવે એ બ્રૅન્ડ દ્વારા કોઈ ગોટાળા થતા હોય તો અમને નથી ખબર, પણ અમે સસ્તું બટર કે પનીર મળી જાય એવું કરવાને બદલે વેરિફાઇડ બ્રૅન્ડ જ યુઝ કરીએ છીએ.’
અહીં ઉલ્લેખનીય છે કે આજે પણ સૅન્ડવિચના આ સ્ટૉલની નજીક જ બોરીવલી-ઈસ્ટમાં ચાઇનીઝ વેચતો એક ફેરિયો બેફામ કલરનો ઉપયોગ કરે છે અને નજીકના ક્લાસિસમાં ભણતા વિદ્યાર્થીઓની અહીં કલરથી ખદબદતું ચાઇનીઝ ખાવા માટે લોકોની લાઇન લાગેલી હોય છે.
 
કલર તો બધે જ છે
ફૂડ-કલરનો ઉપયોગ આજકાલનો ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં થાય છે એવું નથી. ૨૦ વર્ષથી ફૂડ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાં ફૂડ-ટેક્નૉલૉજિસ્ટ રુચિતા સોની કહે છે, ‘માત્ર ખાદ્ય સામગ્રીમાં જ નહીં, દવાઓમાં પણ કલરનો ઉપયોગ થાય છે. ફૂડ-ગ્રેડનો એટલે કે ખાઈ શકાય એવો FSSAI દ્વારા માન્ય કરાયેલી માત્રામાં એ ફૂડ-કલર અલાઉડ છે. આજે તમે જે કફ સિરપ કે દવાઓને વિવિધ રંગોમાં જુઓ છો એ પણ કલર જ છે. ફૂડ-કલર માત્ર એને લુક આપવા માટે જ છે, એનો કોઈ ટેસ્ટ નથી. ફૂડ-ગ્રેડના કલર્સમાં પણ કેમિકલ્સ જ હોય છે, પરંતુ એ એવી પ્રોસેસમાંથી પસાર થયેલાં હોય છે કે એની હાર્મફુલ ઇફેક્ટ ઘટી ગઈ હોય. બેશક, એનું અમુક પ્રમાણથી વધુ સેવન ન કરાય એ પણ એટલું જ સાચું છે. પ્રૉબ્લેમ એ છે કે લોકો કપડાંની ડાઈ કરીએ એવા કલરનો ઉપયોગ ખાદ્ય સામગ્રીમાં કરે છે જેની ગંભીર આડઅસરો હોય છે. ઑથોરિટી દ્વારા પાડવામાં આવતી રેઇડમાં કેમિકલયુક્ત અને ખાવા માટે વર્જ્ય ગણાય એવા રંગો પકડાયા છે જેનો મુક્તપણે વિવિધ વાનગીમાં ઉપયોગ થતો હતો.’ 
 
કેટલા નુકસાનકારક છે?
હોટેલ કે ચાઇનીઝ સ્ટૉલ પર વપરાતા સસ્તા કૃત્રિમ રંગો સામાન્ય રીતે પેટ્રોલિયમ અથવા કેમિકલ-આધારિત હોય છે. હેલ્થ-એક્સપર્ટ્સ અનુસાર એના નિયમિત સેવનથી શરીરને ગંભીર નુકસાન પહોંચે છે. જેમ કે નૉન-ફૂડ ગ્રેડ સિન્થેટિક ડાઈમાં એવાં કેમિકલ્સ હોય છે જે લાંબા ગાળે કૅન્સર જેવી ગંભીર બીમારીઓ નોતરી શકે છે. આ રંગોના ઉપયોગથી ઍસિડિટીની, લિવર પર અસર થવાની, અલ્સર અને પેટમાં બળતરા થવાની ફરિયાદો વધે છે. કૃત્રિમ રંગો ધરાવતો ખોરાક બાળકોમાં એકાગ્રતા ઘટાડે છે અને ચીડિયાપણું કે બિહેવિયરલ ફેરફારો લાવે છે. ઘણા ગ્રાહકોને કૃત્રિમ રંગોને કારણે ત્વચા પર ઍલર્જી કે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
 
પૉઝિટિવ ચેન્જ
ઑરેન્જ કે લાલ રંગ લાવવા માટે હવે શેફ કૃત્રિમ ડાઈને બદલે કાશ્મીરી લાલ મરચું, બીટનો રસ કે હળદર જેવા કુદરતી ઘટકો તરફ વળ્યા છે તો બીજી બાજુ લાલચટક કે ચમકદાર રંગ જોઈને આકર્ષાતા ગ્રાહકો પણ સમજી રહ્યા છે કે વાનગીનો કુદરતી બ્રાઉન કે આછો રંગ જ ખરેખર સ્વાસ્થ્યપ્રદ છે.
 
‘મુંઢે ઇફેક્ટ’ પછી વાનગીઓનાં બદલાયેલાં રૂપરંગ 
ફૂડ-આઇટમ પહેલાં કેવો રંગ હતો? (જૂનો લુક) હવે કેવો રંગ જોવા મળે છે? (નવો લુક) મુખ્ય કારણ અને ગુણવત્તામાં સુધારો
હક્કા નૂડલ્સ અને ફ્રાઇડ રાઇસ કેમિકલયુક્ત ડાર્ક સૉસ અને રંગો આછો સફેદ કે હળવો પીળાશ પડતો કેમિકલ કલર અને નકલી વિનેગરનો વપરાશ બંધ; બાફેલા ચોખા/મેંદાનો કુદરતી રંગ
મંચુરિયન રેડિયો-ઍક્ટિવ જેવો ઘેરો નિયોન લાલ આછો ગોલ્ડન-બ્રાઉન કે કુદરતી પીળો પાંચ લાખનો દંડ અને લાઇસન્સ રદ થવાના ડરથી લાલ રંગનો ઉપયોગ સંપૂર્ણ બંધ
 
મુંઢે ઇફેક્ટ પછી વાનગીઓનાં બદલાયેલાં રૂપરંગ

ફૂડ-આઇટમ

પહેલાં કેવો રંગ હતો?

હવે કેવો રંગ જોવા મળે છે?

મુખ્ય કારણ અને ગુણવત્તામાં સુધારો

હક્કા નૂડલ્સ અને ફ્રાઇડ રાઇસ

કેમિકલયુક્ત ડાર્ક સૉસ અને રંગો

આછો સફેદ કે હળવો પીળાશ પડતો

કેમિકલ કલર અને નકલી વિનેગરનો વપરાશ બંધ; બાફેલા ચોખા/મેંદાનો કુદરતી રંગ

મંચુરિયન

રેડિયો-ઍક્ટિવ જેવો ઘેરો નિયોન લાલ

આછો ગોલ્ડન-બ્રાઉન કે કુદરતી પીળો

પાંચ લાખનો દંડ અને લાઇસન્સ રદ થવાના ડરથી લાલ રંગનો ઉપયોગ સંપૂર્ણ બંધ

પાલક પનીર અને હરિયાળી કબાબ

ઘેરો ફૉરેસ્ટ ગ્રીન (ગાઢ લીલો)

ઝાંખો ઑલિવ-ગ્રીન કે ગ્રે-ગ્રીન

વાસી પાલક કે જડીબુટ્ટીઓને તાજી બતાવવા વપરાતા ગેરકાયદે લીલા કલરનો ઉપયોગ બંધ

સૅન્ડવિચ માટેની લીલી ચટણી

એકદમ ઇલેક્ટ્રિક ચમકદાર લીલો રંગ

થોડા કલાકોમાં આછો બ્રાઉન/ઑલિવ રંગ

ચટણીને કાળી પડતી રોકતો કેમિકલ કલર બંધ થયો; હવે વેન્ડર્સે દિવસમાં વારંવાર તાજી ચટણી બનાવવી પડે છે

લસ્સી અને ફ્લેવર્ડ મિલ્ક (રોઝ/મૅન્ગો)

ચમકદાર ગુલાબી અને નિયોન પીળો

ઝાંખો પેસ્ટલ પિન્ક અને આછો પીળો

ડેરી યુનિટ્સ પર દરોડા બાદ કેમિકલ સિરપને બદલે રિયલ ફ્રૂટ-પલ્પ કે નૅચરલ એક્સટ્રેક્ટનો ઉપયોગ શરૂ થયો છે

મોહનથાળ, કોપરાપાક, જલેબી જેવી મીઠાઈઓ અને ગોલા/કૉટન કૅન્ડી

અતિશય આકર્ષક કેમિકલયુક્ત લાલ-પીળા, લીલા જેવા રંગનો છૂટથી ઉપયોગ થતો

હવે જલેબીમાં ગોલ્ડન-બ્રાઉન અને સોબર લુક જોવા મળી રહ્યો છે

ઇન્ડસ્ટ્રિયલ ડાઈનો વપરાશ બંધ, માત્ર કેસર કે હળદર જેવા કુદરતી પદાર્થોનો આશ્રય

 

 

Whatsapp-channel Whatsapp-channel

18 August, 2026 09:54 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK