Nagpur Violence: પોલીસે તેની સામે એફઆઈઆર પણ દાખલ કરી છે. ફહીમ ખાને 2024ની લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામે ચૂંટણી લડી હતી.
પ્રતીકાત્મક તસવીર
Nagpur Violence: તાજેતરમાં જ નાગપુરમાં ફાટી નીકળેલી હિંસાને મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. આ ભડકાઉ હિંસા પાછળના માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનની ધરપકડ કરવામાં આવી છે. તેના પર એવા આરોપ મૂકવામાં આવ્યા છે કે તેણે જ સોમવારે સાંજે ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હોવાને કારણે નાગપુરમાં જગરદસ્ત હિંસા ફાટી નીકળી હતી. પોલીસે તેની સામે એફઆઈઆર પણ દાખલ કરી છે. ફહીમ ખાને 2024ની લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામે ચૂંટણી લડી હતી.
૨૧ માર્ચ સુધી કસ્ટડીમાં રહેશે આરોપી
ADVERTISEMENT
નાગપુર પોલીસે નાગપુરમાં થયેલી હિંસા અને રમખાણો (Nagpur Violence)ના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનની ધરપકડ કર્યા બાદ બુધવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે ફહીમ ખાનને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.
કોણ છે આ ફહીમ ખાન?
વાત કરીએ આ આરોપી ફહીમ શમીમ ખાનની. તો તે લઘુમતી લોકશાહી પક્ષ (એમડીપી)નો સ્થાનિક નેતા છે. તાજેતરમાં જ 17 માર્ચે નાગપુરમાં ફાટી નીકળેલી કોમી હિંસાના કથિત માસ્ટરમાઇન્ડ તરીકે તેને પકડી પાડવામાં આવ્યો છે. આ હિંસા દરમિયાન ઘણા લોકો ઘાયલ થયા હતા. ઉશ્કેરણીજનક ભાષણ બદલ આ 38 વર્ષીય ફાહિદ ખાનની ધરપકડ કરવામાં આવી છે. એમ. ડી. પી.નો શહેર પ્રમુખ છે. યશોધરા નગરની સંજય બાગ કોલોનીમાં રહે છે.
આ હિંસા (Nagpur Violence) બાદ તો સીએમ ફડણવીસે આરએસએસ મુખ્યાલયથી થોડા અંતરે થયેલી હિંસાની કડક નોંધ લીધી હતી. નાગપુરમાં હિંસા બાદ કેટલાક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં હજુ પણ કર્ફ્યુ છે. ગણેશપેઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં ફહીમ શમીમ ખાનનું નામ સામેલ છે. નાગપુરમાં પોલીસે તેનો ફોટો અને એક વીડિયો પણ બહાર પાડ્યો હતો જેમાં હિંસા ફાટી નીકળ્યા પહેલા ખાન કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપી રહ્યો હતો.
ઔરંગઝેબની કબરને મહારાષ્ટ્રમાંથી હટાવવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા હિંદુ સંગઠનો દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનના જવાબમાં સોમવારે નાગપુરમાં અનેક સ્થળોએ હિંસા ફાટી નીકળી હતી. આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને લગભગ 50 લોકોની અટકાયત કરવામાં આવી છે. જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.
આ જે ફહીમ ખાનની ધરપકડ થઈ છે તેની બાદ જાણવા મળ્યું છે કે તેણે હિંસા (Nagpur Violence) માટે 50-60 લોકોને બોલાવ્યા હતા. એવો પણ આરોપ છે કે ફહીમ ખાને એક મહિલા પોલીસ અધિકારીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. પોલીસે નાગપુર હિંસા કેસમાં નોંધાયેલી એફઆઈઆરમાં ફહીમ ખાનનું નામ ઉમેર્યું છે. આ સાથે જ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે કે ફહીમ ખાને રમખાણોની પટકથા તૈયાર કરી હતી. ત્યારબાદ આ આગચંપી, પથ્થરમારો અને ગોળીબાર કરવામાં આવ્યો હતો.

