ઍક્ટર નાના પાટેકરે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના મૃત્યુ વિશે પહેલી વાર જાહેરમાં વાત કરી હતી
ઍક્ટર નાના પાટેકર
ઍક્ટર નાના પાટેકરે ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના મૃત્યુ વિશે પહેલી વાર જાહેરમાં વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘અજિત પવાર મારા નાના ભાઈ જેવા હતા. જો અજિત પવારના મૃત્યુ પાછળ કોઈ કાવતરું ઘડાયું હોય તો એ બહાર આવવું જોઈએ અને એક વાર સાબિત થઈ જાય તો દોષીઓને સજા મળવી જોઈએ.’
રોહિત પવારે પ્લેન-ક્રૅશ બાબતે જે સવાલ ઉઠાવ્યા છે એ વિશે નાના પાટેકરે કહ્યું હતું કે ‘રોહિત પવારે પોતાના કાકા ગુમાવ્યા છે. તેમણે પોતાના મનમાં રહેલા પ્રશ્નો ઉઠાવ્યા છે તો એનો ઉકેલ લાવવો જોઈએ.’
ADVERTISEMENT
નાના પાટેકરે અજિત પવાર સાથેની યાદોને વાગોળતાં કહ્યું હતું કે ‘અજિત પવાર ૧૯ કે ૨૦ વર્ષના હતા ત્યારથી મારા મિત્ર અને નાના ભાઈ જેવા હતા. તેમણે પાર્ટી-કાર્યકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને જે ઊંચાઈએ પહોંચ્યા હતા ત્યાં સુધીની સફર અદ્ભુત હતી. સુનેત્રા પવારનું દુઃખ બધાથી જુદું છે. તેમણે એ સહન કરીને જવાબદારી નિભાવવી પડશે.’


