આર્થિક ભીંસને લીધે બન્ને દીકરાએ પેરન્ટ્સને મારી નાખ્યા અને પછી પોતે ટ્રેન સામે કૂદી ગયા
મૃત્યુ પામેલો ખેડૂત પરિવાર
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં એક ખેડૂત પરિવારના ચાર સભ્યોનાં મૃત્યુથી ચકચાર મચી હતી. આ કેસની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બે ભાઈઓએ ઘરે મમ્મી-પપ્પાને ગળું દબાવીને મારી નાખ્યાં હતાં. એ પછી એ બન્નેએ પણ ટ્રેન સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ પરિવાર ખૂબ આર્થિક તાણમાં જીવી રહ્યો હતો અને આ હત્યા-આત્મહત્યાનું કારણ પણ આર્થિક તંગી હોય એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં એ ખાતરી થઈ હતી કે મમ્મી-પપ્પા સૂઈ રહ્યાં હતાં ત્યારે દીકરાઓએ ઊંઘમાં જ તેમનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. તેમના પપ્પા લકવાગ્રસ્ત હતા અને લાંબા સમયથી બીમાર હતા.


