ચોમાસું શરૂ થતાં જૂનથી ઑક્ટોબર સુધી નેરળથી માથેરાન વચ્ચે ચાલતી નૅરોગેજ ટ્રેન સર્વિસ બંધ કરવામાં આવે છે.
પ્રતીકાત્મક તસવીર
ચોમાસું શરૂ થતાં જૂનથી ઑક્ટોબર સુધી નેરળથી માથેરાન વચ્ચે ચાલતી નૅરોગેજ ટ્રેન સર્વિસ બંધ કરવામાં આવે છે. ચોમાસાના બ્રેક બાદ સેન્ટ્રલ રેલવેએ આવતી કાલથી આ સર્વિસ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ટ્રેન નેરળથી સવારે ૮.૫૦ અને ૧૦.૨૫ વાગ્યે તથા માથેરાનથી બપોરે ૨.૪૫ અને ૪ વાગ્યે ઊપડશે. ૬ કોચની આ ટ્રેનમાં ૩ સેકન્ડ ક્લાસ, ૧ ફર્સ્ટ ક્લાસ અને બે સેકન્ડ-કમ-લગેજ કોચ રહેશે. બન્ને તરફની પહેલી ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસની જગ્યાએ ગ્લાસરૂફ ધરાવતો વિસ્તાડોમ કોચ રહેશે.


