૨૦૧૯થી ૨૦૨૩ના રેકૉર્ડ્સ પ્રમાણે પાંચ વર્ષમાં ૩૨૯૦ લોકોએ ડ્રગ ઓવરડોઝને લીધે જીવ ગુમાવ્યો
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં બહાર પડેલા નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરો (NCRB)ના ડેટા પ્રમાણે દેશમાં દરરોજ ડ્રગ ઓવરડોઝથી કોઈનું ને કોઈનું મૃત્યુ થાય છે. ૨૦૧૯થી ૨૦૨૩ના સમય દરમ્યાનના આ ડેટા પ્રમાણે ડ્રગ ઓવરડોઝને કારણે દેશમાં દર અઠવાડિયે ૧૨ લોકો મૃત્યુ પામે છે. આ સમય દરમ્યાન કુલ ૩૨૯૦ લોકોએ ડ્રગ ઓવરડોઝને કારણે જીવ ગુમાવ્યો હતો.
NCRBના આ રિપોર્ટમાં તો ફક્ત એ જ ડેટા સામેલ છે જેનો મૃત્યુ અને ડ્રગ ઓવરડોઝનો ડેટા સત્તાવાર રેકૉર્ડ્સમાં નોંધાયો હોય. દેશમાં ડ્રગ ઓવરડોઝના ઘણા કિસ્સા નોંધાતા જ નથી. એવા કિસ્સામાં થયેલાં મૃત્યુનો ડેટા NCRB આ રિપોર્ટમાં સામેલ નથી. એટલે કે દેશમાં દરરોજ ડ્રગ ઓવરડોઝથી થતાં મૃત્યુનો આંકડો સત્તાવાર ડેટા કરતાં વધારે હોવાની સંભાવના છે.


