Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News In Shorts: બ્રિટિશકાળના રેલવે પાર્સલ ડેપોનો ઉપયોગ થશે લાંબા અંતરોની ટ્રેનોને વિરામ આપવા

News In Shorts: બ્રિટિશકાળના રેલવે પાર્સલ ડેપોનો ઉપયોગ થશે લાંબા અંતરોની ટ્રેનોને વિરામ આપવા

Published : 08 October, 2026 09:40 AM | Modified : 08 October, 2026 10:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરી રોડ અને લોઅર પરેલ રેલવે સ્ટેશન સુધી ફેલાયેલા તેમ જ વર્ષોથી ઉપયોગમાં લેવાયા વગર પડેલા બ્રિટિશકાળના રેલવે પાર્સલ ડેપોનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કરી રોડ અને લોઅર પરેલ રેલવે સ્ટેશન સુધી ફેલાયેલા તેમ જ વર્ષોથી ઉપયોગમાં લેવાયા વગર પડેલા બ્રિટિશકાળના રેલવે પાર્સલ ડેપોનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે અને એનો ઉપયોગ લાંબા અંતરોની ટ્રેનોને વિરામ આપવા તેમ જ જાળવણી કરવા માટે કરવામાં આવશે. એના કારણે લાંબા અંતરની આશરે દસથી ૧૫ વધુ ટ્રેનોને નેટવર્કમાં સામેલ કરી શકાશે. 
વેસ્ટર્ન રેલવેના અધિકારીએ આપેલી માહિતી અનુસાર ૧૮૯૦માં ગ્રાન્ટ રોડ ખાતે ૦.૯ હેક્ટર વિસ્તારમાં આવેલા પાર્સલ ડેપોનું પુનર્વસન કરવામાં આવે એવી યોજના છે. અહીં લાંબા અંતરોની ટ્રેનોને વિરામ આપવા તથા એની જાળવણી, સાફ-સફાઈની કામગીરી વગેરે માટે કરવામાં આવશે, જેથી બાકી રેક્સ ખાલી થતાં વધુ ટ્રેનોને નેટવર્કમાં સામેલ કરવી શક્ય બનશે.

અમેરિકાના લૉસ ઍન્જલસ ઍરપોર્ટ પર ડેલ્ટા અને ઍર કૅનેડાનાં વિમાનો વચ્ચે ટક્કરઃ કોઈ ઘાયલ નહીં



અમેરિકાના લૉસ ઍન્જલસ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર મંગળવારે જમીન પર આગળ વધી રહેલાં ડેલ્ટા ઍરલાઇન્સ અને ઍર કૅનેડાનાં વિમાનો વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે લગભગ ૧૦.૩૦ વાગ્યે ટૅક્સીવે પર બની હતી. ડેલ્ટાની ફ્લાઇટ ટોક્યો જવા માટે રવાના થવાની તૈયારી કરી રહી હતી, જ્યારે ઍર કૅનેડાનું વિમાન ટૉરોન્ટોથી આવ્યું હતું અને એને ટો કરીને એના ગેટ તરફ લઈ જવામાં આવી રહ્યું હતું. કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી અને ઍરપોર્ટ પર ફ્લાઇટ્સનું સંચાલન સામાન્ય રીતે ચાલુ રહ્યું હતું. ફેડરલ એવિયેશન ઍડ્મિનિસ્ટ્રેશને (FAA) જણાવ્યું હતું કે ડેલ્ટાના વિમાનની ડાબી પાંખનો છેડો અને ઍર કૅનેડાના વિમાનનું હૉરિઝોન્ટલ સ્ટૅબિલાઇઝર એકબીજાં સાથે અથડાયાં હતાં. ઘટના બાદની તસવીરોમાં ઍર કૅનેડાના વિમાનને થયેલું નુકસાન જોવા મળ્યું હતું. બન્ને વિમાનોને તપાસ માટે સેવામાંથી હટાવી લેવામાં આવ્યાં હતાં. આ ટક્કર કયાં કારણોસર થઈ એની તપાસ FAA કરી રહ્યું છે.


દુકાળની રાવ દિલ્હીમાં


મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને જઈને મળ્યા હતા. તેમણે રાજ્યમાં પ્રવર્તી રહેલી દુકાળની પરિસ્થિતિની માહિતી આપી હતી. તેમણે કેન્દ્ર સરકાર આના માટે સહાય કરે એવી રજૂઆત અમિત શાહને કરી હતી.

આવી જીવલેણ ઉતા‍વળ શા માટે?

સેન્ટ્રલ રેલવેમાં દાદરમાં એક પ્લૅટફૉર્મ પર ફાસ્ટ ટ્રેનની રાહ જોઈ રહેલા પૅસેન્જરોને જ્યારે ખબર પડી કે સામેના પ્લૅટફૉર્મ પર દાદરથી ઊપડતી ફાસ્ટ ટ્રેન આવી રહી છે ત્યારે ઝડપથી એ પ્લૅટફૉર્મ પર પહોંચવા તેમણે શૉર્ટ કટ અપનાવ્યો હતો અને ટ્રૅક પર ઊતરીને સામેના પ્લૅટફૉર્મ પર ચડ્યા હતા. આમ કરવામાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થતો હતો. જોકે આ તેમનું જોખમી પગલું હતું અને અન્ય પૅસેન્જરો પણ તેમની આ હરકત અચંબાથી જોઈ રહ્યા હતા. તસ્વીરો: સૈયદ સમીર અબેદી

Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK