રસ્તા પરથી આ બન્ને વાહનોને હટાવ્યા બાદ ટ્રાફિક ક્લિયર થયો હતો.
પ્રતીકાત્મક તસવીર
વિઠ્ઠલવાડી-કલ્યાણ-અહિલ્યાનગર જતી સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ની બસ ગઈ કાલે સવારે મુરબાડ તાલુકાના ટોકાવડે વૈશાખરેના ટર્ન પાસે સામેથી આવી રહેલી જીપ સાથે જોશભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત થયા હતો. એ અકસ્માતમાં ૪ જણનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે અન્ય ચાર જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત ચાર લોકોમાં બે બાળકોનો સમાવેશ છે. અકસ્માત થતાં નજીકના ગામમાં રહેતા લોકો બચાવકાર્ય માટે દોડી ગયા હતા. એ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને હૉસ્પિટલ લઈ ગઈ હતી. રસ્તા પરથી આ બન્ને વાહનોને હટાવ્યા બાદ ટ્રાફિક ક્લિયર થયો હતો.
