Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બન્ને NCPના મર્જરની વાતો વચ્ચે સુનેત્રા પવાર મળવા ગયાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને, રાજકારણમાં ગરમાટો

બન્ને NCPના મર્જરની વાતો વચ્ચે સુનેત્રા પવાર મળવા ગયાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને, રાજકારણમાં ગરમાટો

Published : 15 November, 2026 02:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના બન્ને જૂથનું મર્જર થવાની વાતોએ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે

દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ


નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના બન્ને જૂથનું મર્જર થવાની વાતોએ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે ત્યારે ગઈ કાલે રાજ્યનાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને NCPનાં વડાં સુનેત્રા પવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મીટિંગ કરી હતી. એને લઈને રાજકીય પંડિતોએ અટકળો મૂકવાની શરૂ કરી દીધી હતી. 
એ પછી પત્રકારો સાથે વાત કરતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘સુનેત્રાતાઈ શાસકીય કામકાજ માટે અમારી પાસે આવ્યાં હતાં. અમારી વચ્ચે NCPના મર્જરને લઈને કોઈ જ ચર્ચા થઈ નથી. હું ફરી એક વાર કહું છું કે મર્જર સંદર્ભે જો કોઈ ચર્ચા હોત તો તેમણે અમારી સાથે એ બાબતે ચોક્કસ કરી હોત, કારણ કે અમે સત્તામાં છીએ. મર્જરની ચર્ચાઓ ફક્ત મીડિયામાં જ જોવા મળે છે. હકીકતમાં આ બદલ અમને કોઈએ પણ એ વિશે કહ્યું નથી. એથી આ સંદર્ભે બોલવું યોગ્ય નહીં ગણાય. સુનેત્રા પવાર સાથે થયેલી ચર્ચામાં મર્જરની કોઇ વાત થઈ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2026 02:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK