Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ધાર્મિક મેળાવડાઓમાં તફડંચી કરતી બે મહિલાઓ પકડાઈ, ૧૪૦ ગ્રામ સોનું જપ્ત

ધાર્મિક મેળાવડાઓમાં તફડંચી કરતી બે મહિલાઓ પકડાઈ, ૧૪૦ ગ્રામ સોનું જપ્ત

Published : 15 November, 2026 02:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમની પાસેથી લાખો રૂપિયાની કિંમતનું ૧૪૦ ગ્રામ સોનું મળી આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભીડભાડવાળા ધાર્મિક મેળાવડાઓમાં શ્રદ્ધાળુઓની કીમતી વસ્તુઓની ચોરી કરવા બદલ બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી લાખો રૂપિયાની કિંમતનું ૧૪૦ ગ્રામ સોનું મળી આવ્યું છે.
ભિવંડીના કોનગાવ પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ભિવંડીના ઠાકરચા પાડા સ્થિત ખાટુ શ્યામ મંદિરમાં ૧૦ નવેમ્બરે એક ૬૭ વર્ષીય મહિલાની બૅગમાંથી સોનાના દાગીના ચોરાઈ ગયા હોવાની ફરિયાદ નોંધાયા બાદ આ તપાસ શરૂ કરવામાં આવી હતી.
સિનિયર ઇન્સ્પેક્ટર મંગેશ બોરસેએ જણાવ્યું હતું કે ‘૧૦૦થી વધુ CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યા બાદ બે મ‌હિલાઓની ધરપકડ કરવામાં આવી છે. અમે તેમની પાસેથી ચોરાયેલું ૧૪ તોલા (૧૪૦ ગ્રામ) સોનું જપ્ત કર્યું છે. આ બન્ને મહિલાઓ ખાસ કરીને વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવવામાં માહિર હતી. તેઓ મંદિરોમાં થતી ભીડ અને ધાર્મિક કાર્યક્રમોનો લાભ ઉઠાવીને લોકોનાં ખિસ્સાં કાપતી અથવા બૅગમાંથી કીમતી વસ્તુઓ ચોરી લેતી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2026 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK