Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ પોતાની ઓળખ જાતે નક્કી નહીં કરી શકે

હવે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ પોતાની ઓળખ જાતે નક્કી નહીં કરી શકે

Published : 26 March, 2026 09:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંસદનાં બન્ને ગૃહોમાં પસાર થઈ ગયેલા આ બિલનો LGBTQ સમાજ દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે.

ગઈ કાલે મુંબઈમાં આઝાદ મેદાન પર બિલનો વિરોધ કરતા LGBTQ સમુદાયના લોકો. તસવીરોઃ આશિષ રાજે

ગઈ કાલે મુંબઈમાં આઝાદ મેદાન પર બિલનો વિરોધ કરતા LGBTQ સમુદાયના લોકો. તસવીરોઃ આશિષ રાજે


રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું ટ્રાન્સજેન્ડરની વ્યાખ્યા બદલતું બિલઃ નવા બિલ મુજબ કોઈ વ્યક્તિ જેન્ડર-ચેન્જ સર્જરી કરાવે તો એ પછી નવી ઓળખ માટે મેડિકલ બોર્ડ તરફથી રિપોર્ટ મેળવવો જરૂરી બનશેઃ ટ્રાન્સજેન્ડરની વ્યાખ્યા માત્ર કેટલાંક વિશેષ સામાજિક-સાંસ્કૃતિક સમૂહો પૂરતી સીમિત રહેશે: LGBTQ ઍક્ટિવિસ્ટોએ કર્યો ભારે વિરોધ

ટ્રાન્સજેન્ડરની વ્યાખ્યા બદલતા બિલને મંગળવારે લોકસભાની મંજૂરી મળી ગઈ હતી અને ગઈ કાલે આ બિલ રાજ્યસભામાં પણ મૌખિક ધ્વનિમતથી પાસ થઈ ગયું હતું. આ નવા બિલમાં સૌથી વિવાદાસ્પદ બદલાવ એ છે કે હવે વ્યક્તિને પોતાનું જેન્ડર જાતે નક્કી કરવાનો અધિકાર નથી. આ બિલ થકી કોઈ વ્યક્તિ જાતે અનુભવાતા લિંગની ઓળખ મેળવી નહીં લઈ શકે. અત્યાર સુધી પુરુષના શરીરમાં જન્મેલી વ્યક્તિ પોતાને સ્ત્રી માનતી હોય તો તે જેન્ડર-પરિવર્તન અને હૉર્મોનલ બદલાવો દ્વારા સ્ત્રી બનીને પોતાને ટ્રાન્સવુમન ગણી શકતી હતી. હવે ટ્રાન્સજેન્ડરની પરિભાષામાં એનો સમાવેશ નહીં થાય. નવું બિલ ટ્રાન્સજેન્ડર અને લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વીઅર (LGBTQ) સમુદાયના અધિકારોને નબળા પાડે છે. પહેલાં કોર્ટ અને કાનૂન દ્વારા જેન્ડર આઇડેન્ટિટી માટે મળેલી છૂટ હવે નહીં રહે. અત્યાર સુધી ટ્રાન્સજેન્ડરોએ લડત કરીને જે કંઈ સ્વતંત્રતા અને છૂટ મેળવી હતી એ હવે નહીં રહે. 



ટ્રાન્સજેન્ડરની વ્યાખ્યામાંથી ટ્રાન્સ-મૅન અને ટ્રાન્સ-વુમન જેવી કૅટેગરી હટાવી દેવામાં આવી છે. એમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અલગ-અલગ સેક્સ્યુઅલ ઓરિઅન્ટેશન અને જાતે નક્કી કરેલી જાતીય ઓળખવાળા લોકોને પણ ટ્રાન્સજેન્ડરમાં સામેલ નહીં કરવામાં આવે. 


સંસદનાં બન્ને ગૃહોમાં પસાર થઈ ગયેલા આ બિલનો LGBTQ સમાજ દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે. એને રિફૉર્મ નહીં, રિસ્ટ્રિક્શન ગણવામાં આવી રહ્યું છે. LGBTQ ઍક્ટિવિસ્ટોએ આ બિલ પાસ થયું એ દિવસને તેમના સમાજ માટે બ્લૅક ડે ગણાવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2026 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK