અક્ષય ખન્નાએ મુંબઈના મલબાર હિલમાં ૩૩.૨૬ કરોડ રૂપિયાનો લક્ઝરી ફ્લૅટ ખરીદ્યો છે. સપ્ટેમ્બરમાં થયેલી આ ડીલમાં ૨૩૪૧.૩૯ સ્ક્વેર ફુટ કાર્પેટ એરિયા અને ૧૭૫.૪૫ સ્ક્વેર ફુટ બાલ્કની છે. કુલ ક્ષેત્રફળ ૨૫૧૬.૮૪ સ્ક્વેર ફુટ છે.
અક્ષય ખન્ના
અક્ષય ખન્નાએ મલબાર હિલમાં ૩૩.૨૬ કરોડ રૂપિયાનો લક્ઝરી ફ્લૅટ ખરીદ્યો છે. આ પ્રૉપર્ટીની ડીલ સપ્ટેમ્બરમાં થઈ હતી. અક્ષયનો આ ફ્લૅટ મલબાર હિલ રોડ પર આવેલા ૩૦ લિટલ ગિબ્સ ખાતે છે. રજિસ્ટ્રેશનની વિગતો પ્રમાણે ફ્લૅટનો કાર્પેટ એરિયા ૨૩૪૧.૩૯ સ્ક્વેર ફુટ છે. આ ઉપરાંત એમાં ૧૭૫.૪૫ સ્ક્વેર ફુટનો બાલ્કની એરિયા પણ છે. આ રીતે ફ્લૅટનું કુલ ક્ષેત્રફળ ૨૫૧૬.૮૪ સ્ક્વેર ફુટ થાય છે.
