Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટમાં શરૂ થઈ માત્ર મહિલાઓ માટેની પિન્ક બસ-સર્વિસ

રાજકોટમાં શરૂ થઈ માત્ર મહિલાઓ માટેની પિન્ક બસ-સર્વિસ

Published : 02 April, 2026 11:59 AM | IST | Rajkot
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલ ચાર પિન્ક બસ દોડશે: બસમાં કન્ડકટર તરીકે મહિલાઓ: માતા સાથે ૧૨ વર્ષની ઉંમર સુધીનાં બાળકોને નિઃશુલ્ક મુસાફરી

પિન્ક બસ-સર્વિસ

પિન્ક બસ-સર્વિસ


રાજકોટમાં ગઈ કાલથી માત્ર મહિલાઓ માટે પિન્ક બસ-સર્વિસ શરૂ કરી છે. મહિલાઓને જાહેર પરિવહનમાં સુરક્ષિત વાતાવરણ મળે અને નિર્ભયતાપૂર્વક મુસાફરી કરી શકે એ હેતુસર આ પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. પિન્ક બસમાં મહિલાઓ માટે સુરક્ષિત, સુલભ અને સસ્તી મુસાફરી કરાવાશે. રાજકોટમાં ચાર રૂટ પર ચાર પિન્ક બસ-સર્વિસ શરૂ કરાઈ છે. પિન્ક બસમાં કન્ડકટર તરીકે મહિલા સ્ટાફ રખાશે. મહિલા મુસાફરો માટે ખાસ વિમન્સ કૅટેગરી પાસ પણ ઉપલબ્ધ કરાવાશે. આ પાસ વાર્ષિક રૂપિયા ૧ હજારના દરે આપવામાં આવશે. આ પિન્ક બસની વિશેષતા એ છે કે આ બસમાં માતા સાથે ૧૨ વર્ષની ઉંમર સુધીનાં બાળકોને નિઃશુલ્ક મુસાફરી કરવા દેવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 11:59 AM IST | Rajkot | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK