Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૪ કલાક સુધી વિદ્યાર્થિની ગોંધાઈ રહી લિફ્ટમાં

૧૪ કલાક સુધી વિદ્યાર્થિની ગોંધાઈ રહી લિફ્ટમાં

Published : 22 November, 2026 09:00 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુણેની પ્રતિષ્ઠિત કૉલેજનો રેઢિયાળ કારભાર સામે આવ્યોઃ લાઇટ જતી રહી એટલે ‌લિફ્ટ બંધ થઈ ગઈ : બપોરે ૩.૩૦ વાગ્યે ફસાઈ પછી છેક ગુરુવારે સવારે બહાર આવી શકી

AI ઇમેજ

AI ઇમેજ


મહારાષ્ટ્રના શૈક્ષણિક રાજધાની મનાતા પુણેની એક પ્રતિષ્ઠિત કૉલેજની લિફ્ટમાં ખામી સર્જાતાં વિદ્યાર્થિની આશરે ૧૪ કલાક સુધી લિફ્ટમાં ગોંધાઈ રહી હોવાની ઘટના સામે આવી છે. ૧૯ વર્ષની વિદ્યાર્થિની લિફ્ટમાં ખાધા-પીધા વિના એકલી ફસાયેલી રહી હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થિની ઘરે ન આવતાં માતા-પિતાએ પોલીસ-ફરિયાદ કરી હતી જેને પગલે તેને બધી જ જગ્યાએ શોધવામાં આવી હતી, પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. આખરે વિદ્યાર્થિની કૉલેજની લિફ્ટમાં ફસાઈ ગઈ હોવાનું જણાયું હતું.

બુધવારે બપોરે ૦૩.૩૦ વાગ્યે પોતાનો ક્લાસ પૂરો થયા બાદ વિદ્યાર્થિની લિફ્ટ મારફત નીચે જઈ રહી હતી ત્યારે અચાનક ઇલેક્ટ્રિસિટી જતી રહી હતી, જેના કારણે લિફ્ટ છઠ્ઠા માળે જ અટકી ગઈ હતી. ગભરાયેલી વિદ્યાર્થિનીએ લિફ્ટના દરવાજા પર જોરથી હાથ પછાડીને, બૂમો પાડીને મદદ માગી હતી. જોકે તેનો અવાજ કોઈના કાને પડ્યો નહોતો અને તે ૧૪ કલાક સુધી લિફ્ટમાં જ બંધ રહી હતી. મોબાઇલમાં પણ નેટવર્ક ન આવતું હોવાથી તે કોઈનો સંપર્ક પણ કરી શકી નહોતી. સમય થઈ ગયો હોવા છતાં દીકરી ઘરે ન આવતાં વિદ્યાર્થિનીનાં માતા-પિતાએ તેના મિત્રો, સગાં-સંબંધીઓને ત્યાં પૂછપરછ કરી હતી; પરંતુ ક્યાંય તેનો પત્તો લાગ્યો નહોતો.



રાત્રે તેમણે પોલીસ-સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ કૉલેજ પરિસર સહિત બધે જ તેની શોધ કરી હતી. જોકે તે લિફ્ટમાં ફસાઈ ગઈ હોવાનો કોઈને ખ્યાલ આવ્યો નહોતો. પછી ગુરુવારે ૧૪ કલાક બાદ લિફ્ટ નિયમિત શરૂ થઈ ત્યારે વિદ્યાર્થિની એમાંથી બહાર નીકળી હતી.


ઇલે‌ક્ટ્રિ‌સિટીનો ‌વિકલ્પ કેમ નહીં?

આ ઘટનાના કારણે કૉલેજમાં સુરક્ષાનો પ્રશ્ન સામે આવ્યો છે. ઇલેક્ટ્રિસિટી ન હોય ત્યારે એના વિકલ્પ માટે જનરેટર કે બીજી કોઈ વ્યવસ્થા કેમ નહોતી એવો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. આ ઘટના બાદ કૉલેજ-પ્રશાસને તપાસ માટે સમિતિની રચના કરી છે તથા પોલીસે પણ આ મામલે કોઈ દોષી ઠરશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2026 09:00 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK