મેરામાં સ્પષ્ટ દેખાય છે કે કારમાં કોઈ જ નથી, બહારથી દરવાજો લૉક છે અને કારની આસપાસ પણ કોઈ જ માણસ દેખાતો નથી.
ડ્રાઇવર વિના દોડતી રહી ભૂતિયા કાર
ચીનમાં એક પાર્કિંગ-પ્લૉટમાં મૂકેલી ઇલેક્ટ્રિક કારનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ કાર રાતના સમયે પાર્કિંગ એરિયામાં અહીંતહીં ફરતી હોય એવું ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં દેખાય છે. એમાં કોઈ ડ્રાઇવર ન હોવા છતાં કાર આખી રાત દરમ્યાન થોડી-થોડી વાર આમથી તેમ ભટકતી જોવા મળી હતી. દાવો એવો થઈ રહ્યો છે કે આ કારની પાર્કિંગ-સિસ્ટમ એક રાતમાં ૮૬૮ વાર ઍક્ટિવેટ થઈ ગઈ હતી અને કાર વારંવાર પાર્કિંગની જગ્યા ઍડ્જસ્ટ કરવાની હોય એમ આગળ-પાછળ થતી રહી હતી. કૅમેરામાં સ્પષ્ટ દેખાય છે કે કારમાં કોઈ જ નથી, બહારથી દરવાજો લૉક છે અને કારની આસપાસ પણ કોઈ જ માણસ દેખાતો નથી. ખાસ્સા કલાકો પછી અચાનક અજીબ અવાજ આવતાં સિક્યૉરિટી ગાર્ડ ત્યાં દોડી આવતાં તેણે નજરે જોયું કે ડ્રાઇવર વિના થોડી-થોડી વારે કાર આગળ-પાછળ ઍડ્જસ્ટ થઈ રહી છે. જ્યારે આ બાબતે કારના માલિકને જાણ કરવામાં આવી તો તેણે કારની સિસ્ટમ તપાસી. એ વખતે ખબર પડી કે રાતના સમયે ઇલેક્ટ્રિક કારની ઑટો-પાર્કિંગ સિસ્ટમ ૮૬૮ વાર ઍક્ટિવેટ થઈ હતી. આખરે એ કારની ઑટો-પાર્કિંગ સિસ્ટમને ટેમ્પરરી બંધ કરી દેવામાં આવી ત્યારે વાત થાળે પડી.
