વિજય ભાલેરાવની સહાર પોલીસ-સ્ટેશનને સોંપણી કરવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
પુણેમાં રહેતા ૫૧ વર્ષના વિજય ભાલેરાવને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સોમવારે તે વિદેશ જઈ રહ્યો હતો ત્યારે ઝડપી લેવામાં આવ્યો હતો. ઇમિગ્રેશન ઑફિસરે નોંધ્યું હતું કે તેણે તેના પાસપાર્ટનાં કેટલાંક પાનાં ફાડી નાખ્યાં હતાં. જ્યારે આ બાબતે તપાસ કરવામાં આવી ત્યારે જણાઈ આવ્યું હતું કે તે ગયા વર્ષે ચાર વાર બૅન્ગકૉક ગયો હતો. તેણે તેની આ વિઝિટ પરિવારના સભ્યોને જાણ કર્યા વગર કરી હતી એટલે તેણે એ વિઝિટનાં પાનાં પાસપોર્ટમાંથી ફાડી નાખ્યાં હતાં. આ મહિનાની શરૂઆતમાં વળી તે ઇન્ડોનેશિયા પણ જઈ આવ્યો હતો. ત્યાર બાદ વિજય ભાલેરાવની સહાર પોલીસ-સ્ટેશનને સોંપણી કરવામાં આવી હતી. સહાર પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી હતી.

