Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વારસાને બરબાદ કરવામાં આવે છે

વારસાને બરબાદ કરવામાં આવે છે

Published : 06 June, 2026 08:40 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિશ્વ પર્યાવરણ દિવસ પર રાહુલ ગાંધીએ ગ્રેટ નિકોબારનો વિડિયો શૅર કર્યો, કહ્યું કે... વારસાને બરબાદ કરવામાં આવે છે

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી


વિશ્વ પર્યાવરણ દિવસ પર કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગ્રેટ નિકોબારનો એક વિડિયો શૅર કર્યો હતો અને પ્રસ્તાવિત ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ એક વેપારીને ફાયદો પહોંચાડવાનો છે અને આ દેશ હિતમાં નથી.

કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘સરકાર ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ અને ડિફેન્સ પ્રોજેક્ટ તરીકે રજૂ કરે છે પણ એનો ઉદ્દેશ એક મોટા બિઝનેસમૅનને ફાયદો પહોંચાડવાનો છે. આ પ્રોજેક્ટને સરકાર રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાવે છે પણ એ દેશના વારસાને બરબાદ કરી શકે છે.’



રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર શૅર કરલા વિડિયોમાં પરવાળાના ખડકોના પાણીની અંદરના ફુટેજનો સમાવેશ થાય છે. આ મુલાકાત તેમણે એપ્રિલ મહિનામાં લીધી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ‘આ પ્રોજેક્ટ દોઢ કરોડ વૃક્ષો કાપી શકે છે, પરવાળાના ખડકોને નુકસાન પહોંચાડી શકે છે અને આદિવાસી સમુદાયો અને વસાહતીઓને વિસ્થાપિત કરી શકે છે. હું ઇન્ડિયન નેવલ સર્વિસ (INS) બાઝ દ્વારા સંરક્ષણવૃદ્ધિને સમર્થન આપું છું, પણ આગ્રહ રાખું છું કે વિકાસ પર્યાવરણીય રીતે સંતુલિત હોવો જોઈએ અને ટાપુના અનન્ય કુદરતી વારસાનું રક્ષણ કરવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 08:40 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK