Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રોહિત શેટ્ટીએ કાર પર લગાડેલાં POLICEનાં સ્ટિકર અને લાઇટો હટાવવી પડી

રોહિત શેટ્ટીએ કાર પર લગાડેલાં POLICEનાં સ્ટિકર અને લાઇટો હટાવવી પડી

Published : 02 April, 2026 11:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે યોગ્ય સમયે યોગ્ય સુરક્ષા પૂરી પાડવા બદલ તેમણે આભાર પણ માન્યો હતો. મુંબઈ પોલીસે આ કેસમાં ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. 

રોહિત શેટ્ટીએ કરેલો જુગાડ હટાવી લેવો પડ્યો છે

રોહિત શેટ્ટીએ કરેલો જુગાડ હટાવી લેવો પડ્યો છે


ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ તેના ઘર પર ફાયરિંગ અને ધમકી બાદ માગેલું પોલીસ-પ્રોટેક્શન ન મળતાં તેની બે કાર પર POLICEનાં સ્ટિકર અને પોલીસ-વૅન પર લગાડવામાં આવે છે એવી લાઇટ ફિટ કરાવડાવી હતી. આ બાબતે ‘મિડ-ડે’માં અહેવાલ છપાયા બાદ રોહિત શેટ્ટીને મુંબઈ પોલીસની સ્ક્રૂટિની હેઠળ આવવાનો વારો આવ્યો છે. એને પગલે રોહિત શેટ્ટીએ આ જુગાડ હટાવી લેવો પડ્યો છે. રોહિત શેટ્ટીના સ્ટાફે સ્પષ્ટતા કરી હતી કે ફાયરિંગના બનાવ બાદ રોહિત શેટ્ટીના ઘર અને સેટ બન્ને જગ્યાએ સુરક્ષા વધારવા માટે આ સ્ટિકર્સની મદદ લેવાઈ હતી. જોકે પોલીસે યોગ્ય સમયે યોગ્ય સુરક્ષા પૂરી પાડવા બદલ તેમણે આભાર પણ માન્યો હતો. મુંબઈ પોલીસે આ કેસમાં ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK