આ બાબતે ફરિયાદ થતાં પોલીસે બુધવારે ચોરીનો કેસ નોંધીને વધુ તપાસ ચાલુ કરી છે.
પ્રતીકાત્મક તસવીર
ભિવંડીના પૂર્ણામાં આવેલા ગોડાઉનની દીવાલમાં બાકોરું પાડીને ચોર ૨૧.૭૦ લાખ રૂપિયાનાં કૉસ્મેટિક્સ ગયા અઠવાડિયે ચોરી ગયા હતા. આ બાબતે ફરિયાદ થતાં પોલીસે બુધવારે ચોરીનો કેસ નોંધીને વધુ તપાસ ચાલુ કરી છે. પોલીસે કહ્યું હતું કે આ સંદર્ભે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે અને ખબરી નેટવર્કમાં પણ આ માહિતી મૂકીને ચોરીનો કૉસ્મેટિક્સનો માલ ક્યાં વેચવા આવે છે એના પર નજર રાખવામાં આવી રહી છે.

