Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BH સિરીઝના વ્હીકલ-ઓનરને RTOની ચેતવણી: રોડ-ટૅક્સ ભરવામાં વિલંબ બદલ દરરોજ ૧૦૦ રૂપિયાનો દંડ થશે

BH સિરીઝના વ્હીકલ-ઓનરને RTOની ચેતવણી: રોડ-ટૅક્સ ભરવામાં વિલંબ બદલ દરરોજ ૧૦૦ રૂપિયાનો દંડ થશે

Published : 04 May, 2026 08:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BH સિરીઝના વ્હીકલ-ઓનરને RTOની ચેતવણી. રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) દ્વારા ભારત (BH) સિરીઝ હેઠળ નોંધાયેલાં વ્હીકલ માટે કડક ચેતવણી રજૂ કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) દ્વારા ભારત (BH) સિરીઝ હેઠળ નોંધાયેલાં વ્હીકલ માટે કડક ચેતવણી રજૂ કરવામાં આવી છે. જે વ્હીકલ-ઓનરે નિર્ધારિત સમયમર્યાદામાં રોડ-ટૅક્સની ચુકવણી નથી કરી તેમણે હવે દરરોજ ૧૦૦ રૂપિયા લેખે દંડ ચૂકવવો પડશે. જો આ ટૅક્સ આખું વર્ષ ન ભરવામાં આવે તો દંડની રકમ વધીને વાર્ષિક આશરે ૩૬,૦૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે. મુંબઈના તાડદેવ, બોરીવલી અને અંધેરી જેવા મુખ્ય RTO વિસ્તારોમાં અત્યારે ૧૦,૦૦૦થી વધુ વાહનો BH સિરીઝ હેઠળ નોંધાયેલાં છે. ૨૦૨૧માં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજનામાં દર બે વર્ષે રોડ-ટૅક્સ ભરવાની જોગવાઈ છે જેનો મુખ્ય હેતુ સરકારી અને પ્રાઇવેટ ક્ષેત્રના કર્મચારીઓની ઇન્ટર સ્ટેટ બદલી વખતે ફરીથી વ્હીકલ-રજિસ્ટ્રેશન કરાવવાની માથાકૂટ ઘટાડવાનો છે. જોકે ઘણા વ્હીકલ-ઓનર સમયસર ટૅક્સ રિન્યુ કરાવવામાં નિષ્ફળ રહ્યા હોવાથી RTOએ આકરું વલણ અપનાવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2026 08:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK