Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગુજરાતની સતત ત્રીજી જીત, પંજાબની સતત બીજી હાર

ગુજરાતની સતત ત્રીજી જીત, પંજાબની સતત બીજી હાર

Published : 04 May, 2026 10:08 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૯ મૅચમાં ૧૩ પૉઇન્ટ સાથે પંજાબ કિંગ્સ હજીયે ટેબલ-ટૉપર, ૧૦ મૅચમાં ૧૨ પૉઇન્ટ સાથે ગુજરાત ટાઇટન્સ હવે પાંચમા નબરે

ગઈ કાલે પંજાબના કૅપ્ટન શ્રેયસ ઐયરને આઉટ કર્યા બાદ ગુજરાતનો જેસન હોલ્ડર ખુશીથી ઝૂમી ઊઠ્યો હતો

ગઈ કાલે પંજાબના કૅપ્ટન શ્રેયસ ઐયરને આઉટ કર્યા બાદ ગુજરાતનો જેસન હોલ્ડર ખુશીથી ઝૂમી ઊઠ્યો હતો


ગઈ કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને ૪ વિકેટથી હરાવીને સતત ત્રીજો વિજય મેળવ્યો હતો. ટેબલ-ટૉપર પંજાબ કિંગ્સની આ સતત બીજી હાર હતી. પંજાબે ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૬૩ રન કર્યા હતા, જેના જવાબમાં ગુજરાતે છેલ્લી ઓવરમાં સેકન્ડ લાસ્ટ બૉલમાં ૧૬૭ રન કરીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. આ વિજય સાથે ગુજરાત પૉઇન્ટ્સ-ટેબલમાં ૧૦ મૅચમાં ૧૨ પૉઇન્ટ સાથે પાંચમા નંબરે આવી ગયું છે. ગુજરાત વતી સાઈ સુદર્શન (૪૧ બૉલમાં ૫૭) અને વૉશિંગ્ટન સુંદર (૨૩ બૉલમાં અણનમ ૪૦)નો ફાળો વિજય માટે મહત્ત્વપૂર્ણ બન્યો હતો.

અમદાવાદમાં ગઈ કાલે ગુજરાત ટાઇટન્સ સામે ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર પંજાબ કિંગ્સની બૅટિંગનો ધબડકો થયો હતો. ૮.૪ ઓવરમાં પંજાબ કિંગ્સે ૪૭ રનના સ્કોરે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ૨૦૨૫ અને ૨૦૨૬ એટલે કે શ્રેયસ ઐયરની આગેવાની હેઠળ પહેલી વખત ૫૦ રનના સ્કોરમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી ૧૦ ઓવરમાં ટીમનો સ્કોર પાંચ વિકેટે ૫૧ રન હતો. શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળ પંજાબનો પહેલી ૧૦ ઓવરનો આ લોએસ્ટ સ્કોર હતો.



પહેલી ૧૨ ઓવરમાં ૫.૫ના રન-રેટથી પંજાબે પાંચ વિકેટે ૬૬ રન કર્યા હતા. જોકે છેલ્લી ૮ ઓવરમાં ૧૨.૧૨ના રન-રેટથી બૅટિંગ કરીને ટીમે ૪ વિકેટ ગુમાવીને ૯૭ રન કર્યા હતા. મુંબઈના ૨૩ વર્ષના સૂર્યાશ શેડગેએ છઠ્ઠા ક્રમે બૅટિંગ કરીને ૩ ફોર અને પાંચ સિક્સની મદદથી ૨૯ બૉલમાં ૫૭ રન કરીને IPL કરીઅરની પહેલી ફિફ્ટી નોંધાવી હતી. માર્કસ સ્ટૉઇનિસે ૩૧ બૉલમાં ૪૦ રન અને માર્કો યાન્સેને ૧૧ બૉલમાં ૨૦ રનનું યોગદાન આપ્યું હતું.


ફાસ્ટ બોલર જેસન હોલ્ડરે ૪ ઓવરમાં ૨૪ રન આપીને ૪ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને કૅગિસો રબાડાને બે-બે, જ્યારે સ્પિનર રાશિદ ખાનને એક સફળતા મળી હતી.

શ્રેયસની આગેવાનીમાં પંજાબ કિંગ્સે પહેલી વખત ૫૦ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી.


24-4 : ગુજરાત તરફથી પંજાબ સામે બેસ્ટ બોલિંગ પ્રદર્શન કરનાર બોલર બન્યો જેસન હોલ્ડર.

Whatsapp-channel Whatsapp-channel

04 May, 2026 10:08 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK