ગોરેગામ-વેસ્ટમાં સ્વામી વિવેકાનંદ (એસ. વી.) રોડ પર ૧૯૬૦માં બાંધવામાં આવેલાં કેટલાંક બાંધકામોને લીધે ધસારાના સમયે ભારે ટ્રાફિક-જૅમ થતો હતો.
ગોરેગામ-વેસ્ટમાં સ્વામી વિવેકાનંદ (એસ. વી.) રોડ
ગોરેગામ-વેસ્ટમાં સ્વામી વિવેકાનંદ (એસ. વી.) રોડ પર ૧૯૬૦માં બાંધવામાં આવેલાં કેટલાંક બાંધકામોને લીધે ધસારાના સમયે ભારે ટ્રાફિક-જૅમ થતો હતો. આથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આ બાંધકામોનું સર્વેક્ષણ કર્યા બાદ માલિકોને વળતર આપીને આ મકાનો ખાલી કરાવ્યાં હતાં. ગઈ કાલે આશિષ બિલ્ડિંગ, અનંત નિવાસ અને અદાણી ઇલેક્ટ્રિસિટીના સબ સ્ટેશન સહિતનાં તમામ ૧૪ બાંધકામોને તોડી પાડવામાં આવ્યાં હતાં. આથી હવે એસ. વી. રોડ ૧૨ મીટર પહોળો હતો ત્યાં ૨૭.૪૫ મીટર બનાવવા માટેનો રસ્તો ખૂલી ગયો છે.