જ્યારે ઇગતપુરીથી પડઘા પાસે આવેલા આમને સુધીનો બાકીનો ૭૬ કિલોમીટરનો મહામાર્ગ મૉન્સૂન પહેલાં ચાલુ થાય એવી શક્યતા છે.
સમૃદ્ધિ મહામાર્ગ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સમૃદ્ધિ મહામાર્ગ (હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ એક્સપ્રેસ) હજી પૂરો થયો નથી અને એનો છેલ્લો તબક્કો બાકી છે એ પહેલાં જ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેલવપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) દ્વારા પહેલી એપ્રિલથી એના ટોલમાં ૧૯ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ટોલનો આ વધારો હવે ત્રણ વર્ષ માટે લાગુ કરવામાં આવ્યો છે. એથી પહેલી એપ્રિલથી વાહનચાલકોએ વધુ ટોલ ભરવો પડશે.
મુંબઈથી નાગપુરના ૭૦૧ કિલોમીટર લાંબા સમૃદ્ધિ મહામાર્ગમાંથી નાગપુરથી ઇગતપુરીનો ૬૨૫ કિલોમીટર મહામાર્ગ તૈયાર થઈ ગયો છે, જ્યારે ઇગતપુરીથી પડઘા પાસે આવેલા આમને સુધીનો બાકીનો ૭૬ કિલોમીટરનો મહામાર્ગ મૉન્સૂન પહેલાં ચાલુ થાય એવી શક્યતા છે.
ADVERTISEMENT
નાગપુરથી ઇગતપુરી માટે કાર અને લાઇટ મોટર વેહિકલ્સ માટે અત્યારે ૧૦૮૦ રૂપિયા ટોલ લેવાય છે એ માટે પહેલી એપ્રિલથી ૧૨૯૦ રૂપિયા ચૂકવવા પડશે. લાઇટ મોટર વેહિકલ (કમર્શિયલ) માટે હાલ ૧૭૪૫ રૂપિયા ટોલ લેવાતો હતો એ માટે હવે ૨૦૭૫ રૂપિયા ચૂકવવા પડશે. બસ અને ડબલ ઍક્સેલ ટ્રક માટે જૂનો રેટ ૩૬૫૫ રૂપિયા હતો એ વધારીને ૪૩૫૫ રૂપિયા કરવામાં આવ્યો છે. વેરી હેવી વેહિકલ્સ માટે પહેલાં ૬૯૮૦ રૂપિયા ટોલ ચૂકવવો પડતો હતો એના હવે ૮૩૧૫ રૂપિયા ચૂકવવા પડશે.

