ચૅરમૅન તરીકે રજનીકાંત શાહ ફરીથી ચૂંટાઈ આવ્યા
વિજયી સભ્યોમાં ચૅરમૅન રજનીકાંત શાહ તથા ૧૪ કારોબારી સભ્યોનો સમાવેશ છે
૧૨ ઑક્ટાબરે રવિવારે ઘાટકોપર જૉલી જિમખાનામાં ચૅરમૅન તથા ૧૪ કારોબારી સભ્યો માટેની ચૂંટણીમાં સંકલ્પસિદ્ધિ પૅનલનો વિજય થયો હતો. જિમખાનાના સભ્યોના સહકાર અને વિશ્વાસથી કાર્યરત આ પૅનલના બધા ઉમેદવારોને જીત હાંસલ થઈ હતી. વિજયી સભ્યોમાં ચૅરમૅન રજનીકાંત શાહ તથા ૧૪ કારોબારી સભ્યોનો સમાવેશ છે. વિજેતાઓએ આ વિજયનો યશ સંકલ્પસિદ્ધિ પૅનલના મેન્ટર રાજા મીરાણી અને મનોજ અજમેરાને આપ્યો હતો.
ચૂંટણીનાં પરિણામ બાદ ઘાટકોપર જૉલી જિમખાનાના મૅનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરાએ જણાવ્યું હતું કે ‘જે ઉમેદવારો જિમખાનાને સર્વોત્તમ બનાવવા માટે ઉત્સુક હોય તે સર્વેને આગળ આવવા અપીલ કરું છું. આવો આપણે સાથે મળીને કામ કરીએ.

