Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૭ વર્ષના ઇન્તેજાર પછી મેટ્રો 1 ૬ ડબ્બાની થશે

૭ વર્ષના ઇન્તેજાર પછી મેટ્રો 1 ૬ ડબ્બાની થશે

Published : 05 October, 2026 07:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કુલ બાવીસ કોચનો ઉમેરો થવાથી ક્ષમતામાં ૫૦ ટકાથી વધુનો વધારો થશે, પીક અવર્સની ભીડમાંથી મોટી રાહત મળશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વર્સોવા-અંધેરી-ઘાટકોપર કૉરિડોર પર દોડતી મુંબઈની સૌથી પહેલી મેટ્રો લાઇન પર પીક અવર્સ દરમ્યાન થતી પ્રવાસીઓની ભારે ભીડને હળવી કરવા માટે પ્રશાસન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ મેટ્રો 1 પ્રાઇવેટ લિમિટેડ (MMOPL) દ્વારા અત્યારે કાર્યરત ૪ ડબ્બાની રેકની ટ્રેનોને ૬-કારની રેકના ફૉર્મેશનમાં રૂપાંતરિત કરવા માટે બાવીસ વધારાના કોચ ખરીદવાની (પ્રોક્યૉરમેન્ટ) પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અપગ્રેડેશનથી મેટ્રો 1ની વહનક્ષમતામાં ૫૦ ટકાથી વધુનો વધારો થવાની અપેક્ષા છે. 
જોકે આ કોચની ખરીદી, કમિશનિંગ અને ટ્રૅક પર ઉતારવાની કામગીરી MMOPLના ચાલી રહેલા ફાઇનૅન્શિયલ રીસ્ટ્રક્ચરિંગ અને ફન્ડની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે.
મેટ્રો 1ની રેકના ડબ્બા વધારવાની જરૂરિયાત વર્ષોથી અનુભવાઈ રહી હતી. નિષ્ણાતોએ અગાઉ નિર્દેશ કર્યો હતો કે આ લાઇન મૂળભૂત રીતે જ ૬-કાર ટ્રેનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી હતી અને એનાં પ્લૅટફૉર્મ્સ તેમ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૬-કાર માટે સક્ષમ છે. આ અપગ્રેડેશનથી કોઈ નવો ટ્રૅક કે નવી લાઇન નાખ્યા વગર જ પ્રવાસીઓની વહનક્ષમતામાં ધરખમ વધારો કરી શકાશે અને મુસાફરોની સુવિધા વધારી શકાશે.

પ્રતિ ટ્રેન ૬૧૪ વધુ પ્રવાસીઓ મુસાફરી કરી શકશે
હાલના આંકડા મુજબ ૪-કાર રેક આશરે ૧૧૭૮ પ્રવાસીઓને સમાવી શકે છે, જ્યારે ૬-કાર ટ્રેનની ક્ષમતા આશરે ૧૭૯૨ પ્રવાસીઓની હશે. આ હિસાબે પ્રતિ ટ્રેન અંદાજે ૬૧૪ વધુ પ્રવાસીઓ મુસાફરી કરી શકશે.



મેટ્રો 1 પર ભારણ વધતાં વધારાના ડબ્બાની જરૂર વધી
મુંબઈના મેટ્રો નેટવર્કનો વ્યાપ વધવાની સાથે મેટ્રો 1 પર પણ પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. મેટ્રો 3, મેટ્રો 2A અને મેટ્રો 7 કાર્યરત થયા બાદ મરોલ નાકા અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (WEH) મહત્ત્વનાં ઇન્ટરચેન્જ સ્ટેશનો બન્યાં છે, જ્યારે અંધેરી અને ઘાટકોપર રેલવે સાથેનાં કનેક્ટિવિટી જંક્શન તરીકે પહેલાંથી જ વ્યસ્ત રહ્યાં છે. પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડતી આ મહત્ત્વની લાઇનમાં કોચ વધવાથી લાખો મુસાફરોની દૈનિક સફર વધુ આરામદાયક બનશે.


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2026 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK